મૌની અમાસ: પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
મૌની અમાસના અવસરે લાખો શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

મૌની અમાસ

મૌની અમાસ
પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળાના સૌથી મહત્વના પર્વ એટલે કે મૌની અમાસ પર શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું છે. રવિવારે વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં લોકો ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમમાં મૌની અમાસ સ્નાન કરવા પહોંચી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે વહેલી સવારે 7 વાગ્યા સુધીમાં જ અંદાજે 50 લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી દીધી છે. વહીવટીતંત્રનું અનુમાન છે કે, આજે દિવસના અંત સુધીમાં આ આંકડો સાડા ત્રણથી ચાર કરોડ સુધી પહોંચી શકે છે, જે આ વર્ષના માઘ મેળાનો સૌથી મોટો આંકડો બની શકે છે.
સાડા ત્રણ કિલોમીટર લાંબા ઘાટનું નિર્માણ કર્યું
ભક્તોની ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેળા પ્રશાસન દ્વારા જળ, થલ અને નભ એમ ત્રણેય માધ્યમોથી કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રયાગરાજના પોલીસ કમિશનર જોગીન્દર કુમારે જણાવ્યું કે, સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબૂત છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે યુપી એટીએસ (UP ATS) ની મોબાઈલ પેટ્રોલિંગ ટીમો સતત કાર્યરત છે. આ ઉપરાંત, જળ પોલીસ, RAF અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન કેમેરા અને CCTV દ્વારા સમગ્ર મેળા વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે. વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે સાડા ત્રણ કિલોમીટર લાંબા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રયાગરાજની ભૂમિ હાલ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠી
જ્યોતિષશાસ્ત્ર મુજબ આ પવિત્ર મુહૂર્ત 17 જાન્યુઆરીની રાત્રે 11:53 વાગ્યે શરૂ થયું છે અને 18 જાન્યુઆરીની મોડી રાત્રે 1:08 વાગ્યા સુધી ચાલશે. આ પાવન કાળ દરમિયાન સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોવાથી કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નથી. શ્રદ્ધાળુઓ મૌન વ્રત ધારણ કરીને અને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પુણ્ય કમાઈ રહ્યા છે. પ્રયાગરાજની આ પવિત્ર ભૂમિ હાલ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠી છે.

તંત્રની નિષ્ક્રિયતાથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉઠ્યા અનેક સવાલો

VIP દર્શનની કોઈ પ્રથા નહીં બુકિંગ ફક્ત વેબસાઈટ પર જ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ હરિદ્વાર કુંભ મેળા માટે ભંડોળ જાહેર કર્યું; સીએમ ધામીએ માન્યો આભાર