પોષ પૂર્ણિમાના પ્રથમ સ્નાન સાથે ભક્તોનું ઘોડાપૂર
પોષ પૂર્ણિમાના પવિત્ર અવસરે પ્રથમ શાહી સ્નાન સાથે 44 દિવસીય માઘ મેળાનો ભવ્ય પ્રારંભ થયો

પોષ પૂર્ણિમા

પોષ પૂર્ણિમા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ મૈયાના તટ પર વિશ્વ પ્રસિદ્ધ માઘ મેળો 2026નો આજથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. 3 જાન્યુઆરી 2026, શનિવારના રોજ પોષ પૂર્ણિમાના પવિત્ર પર્વ પર પ્રથમ મુખ્ય સ્નાન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો. કડકડતી ઠંડી અને ધુમ્મસભર્યા વાતાવરણ છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી ન હતી. બ્રહ્મ મુહૂર્તથી જ સંગમ સહિતના વિવિધ ઘાટો પર "હર હર ગંગે" અને "જય ગંગા મૈયા" ના નાદ ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
માઘ મેળો 2026ના પ્રથમ દિવસે ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ વર્માના જણાવ્યા અનુસાર, સવારના 6 વાગ્યા સુધીમાં જ અંદાજે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી દીધી હતી. મેળાના મેદાનમાં સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા માટે 10,000 થી વધુ પોલીસ જવાનો અને પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આખો દિવસ સ્નાનનો ક્રમ જારી રહેશે અને સાંજ સુધીમાં આ સંખ્યા લાખોમાં પહોંચવાની શક્યતા છે.
આ પણ વાંચો: ભાદરવી પૂનમ મેળો: 40.41 લાખ ભક્તોએ કર્યા દર્શન
આધ્યાત્મિક સાધના અને પૂજન-અર્ચના
આ વર્ષે માઘ મેળો 2026 કુલ 44 દિવસ સુધી ચાલશે, જે દરમિયાન વિવિધ મહત્વના સ્નાન પર્વો યોજાશે. વહીવટી તંત્રને આશા છે કે, આ ઐતિહાસિક મેળામાં 12થી 15 કરોડ જેટલા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લેશે. ખાસ કરીને કલ્પવાસનું વિશેષ મહત્વ હોવાpraથી, લગભગ 20 લાખ જેટલા કલ્પવાસીઓ 3 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી સંગમ તટ પર રહીને કઠિન આધ્યાત્મિક સાધના અને પૂજન-અર્ચન કરશે. ભક્તો ગંગા કિનારે રેતી પર નાની ઝૂંપડીઓ બનાવીને રહી રહ્યા છે અને ભજન-કીર્તનમાં લીન જોવા મળી રહ્યા છે.
લાખો લોકો એકસાથે ડૂબકી લગાવી
આધ્યાત્મિક દ્રષ્ટિએ માઘ મેળો 2026 અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ મેળાને આગામી કુંભ મેળાની પૂર્વતૈયારી તરીકે પણ જોવામાં આવે છે. સંગમ તટ પર આયોજિત આ મેળામાં શ્રદ્ધાળુઓ સ્નાન બાદ દાન-પુણ્ય અને સૂર્ય ઉપાસના કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઘાટો પર ચેન્જિંગ રૂમ, પીવાના પાણી અને રહેવાની સગવડ કરવામાં આવી છે. માઘ મેળો 2026 એ ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું એક અનોખું પ્રતીક બનીને ઉભર્યું છે, જ્યાં લાખો લોકો એકસાથે પવિત્ર ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે.

તંત્રની નિષ્ક્રિયતાથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉઠ્યા અનેક સવાલો

VIP દર્શનની કોઈ પ્રથા નહીં બુકિંગ ફક્ત વેબસાઈટ પર જ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ હરિદ્વાર કુંભ મેળા માટે ભંડોળ જાહેર કર્યું; સીએમ ધામીએ માન્યો આભાર