મિથુન-કન્યા રાશિનાં જાતકોની ઇચ્છા પૂર્ણ થશે અકે પછી...
આજે જન્મેલા બાળકની રાશિ: વૃશ્ચિક (ન, ય) આવશે.

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
શ્રી ગણેશ ઉપાસક
શ્રીમદ્ ભાગવત કથાકાર
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા
M.Phil B.Ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
(વોટ્સએપ 9924233030)
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલીવાહન શક: 1946
સંવત્સરનું નામ: અનલ
ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ
તારીખ: 11/06/2025, બુધવાર
જેષ્ઠ માસ, શુક્લ, સુદ પક્ષ
તિથિ: પૂનમ/એકમ
નક્ષત્ર: જયેષ્ઠા
યોગ: સાધ્ય/શુભ
આજે જન્મેલા બાળકની રાશિ: વૃશ્ચિક (ન, ય) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે ગંડ મૂળ યોગ છે.
જેષ્ઠ પૂનમ છે.
કબીરદાસ જયંતિ છે.
વટ સાવિત્રી વ્રત પારણા છે.
જ્વાળામુખી યોગ, ધ્વંક્ષ નામક અશુભ યોગ છે. નવા કાર્યો શરૂ ન કરવા, નુકસાન થઈ શકે છે.
આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજનું રાહુકાળ: બપોરે 12:47 થી બપોરે 02:28 સુધી (અશુભ સમય).
આજનો યમઘંટ કાળ: સવારે 07:43 થી સવારે 09:24 સુધી (અશુભ સમય).
આજનો રાહુકાળ વાસ: નૈઋત્ય દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરવા, નુકસાન થશે.
આજે ઉત્તર દિશામાં દિશાશૂળ છે. યાત્રા-પ્રવાસ કરવા માટે અશુભ છે, દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
આજનો સૂર્યોદય: સવારે 06:02 કલાકે.
આજનો સૂર્યાસ્ત: સાંજે 07:29 કલાકે.
આજે અભિજીત મુહૂર્ત નથી.
આજનો અમૃતકાળ: સવારે 10:35 થી બપોરે 12:20 સુધી.
વિજય મુહૂર્ત: બપોરે 03:00 થી બપોરે 03:54 સુધી (શુભ સમય).
આજે મિથુન રાશિ અને કન્યા રાશિ માટે ઉપાય
મિથુન રાશિ (ક, છ, ઘ) માટે ઉપાય
મિથુન રાશિ (ક, છ, ઘ) ના જાતકોને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે આજે શ્રી લક્ષ્મીજી અને દુર્ગા દેવીની પૂજા કરવી. પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરવો. સિંદૂર, કુમકુમ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને ખીર-મિઠાઈનો ભોગ અર્પણ કરવો. "ૐ દુર્ગા દેવી નમઃ" અને "ૐ મહાલક્ષ્મી નમઃ" મંત્રની 12 માળા કરવી. આનાથી અશુભ ગ્રહ દશા શાંત થશે.
મિથુન રાશિ (ક, છ, ઘ) માટે દાન ઉપાય...
મિથુન રાશિ (ક, છ, ઘ) ના વ્યક્તિને આજે બુધ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેવી કે, 1 મીટર લીલું કપડું, 250 ગ્રામ આખા મગ, 50 ગ્રામ વરિયાળી, નારિયેળ, પૂજાની સોપારી, 250 ગ્રામ ગોળ, સિંદૂરની પૂડી, ગણેશ અથર્વશીર્ષની પુસ્તક, લીલી શાકભાજી બ્રાહ્મણને દાન કરવી. આનાથી કાર્યમાં સફળતા મળશે.
કન્યા રાશિ (પ, ઠ, ણ) માટે ઉપાય...
કન્યા રાશિ (પ, ઠ, ણ) ના જાતકોને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શિવ પૂજા કરવી. ગંગાજળ, દૂધ, ગુલાબજળ, શેરડીનો રસ, નારિયેળ પાણીથી અભિષેક કરવો. ચંદન, પુષ્પ, બીલીપત્ર, ધૂપ, દીપ અર્પણ કરવા. સુખડી, ખીર, પંચામૃત, દૂધપાકનો ભોગ અર્પણ કરવો. "ૐ નમઃ શિવાય" મંત્રની 12 માળા કરવી. આનાથી અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી શિવજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
કન્યા રાશિ (પ, ઠ, ણ) માટે દાન ઉપાય...
બુધ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેવી કે, 1 મીટર લીલું કપડું, 250 ગ્રામ આખા મગ, 50 ગ્રામ વરિયાળી, નારિયેળ, પૂજાની સોપારી, 250 ગ્રામ ગોળ, સિંદૂરની પૂડી, ગણેશ અથર્વશીર્ષની પુસ્તક બ્રાહ્મણને દાન કરવી. આનાથી કાર્યમાં સફળતા મળશે.
શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.