જ્યોતિષ અને વાસ્તુ દ્વારા માર્ગદર્શન, તુલા રાશિ માટે ખાસ ઉપાય
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - વસંત ઋતુ.

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
।। શ્રી ગણેશ ઉપાસક ।।
।। શ્રીમદ્ ભાગવત કથાકાર ।।
।। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા ।।
એમ.ફિલ., બી.એડ., જ્યોતિષ, વાસ્તુ અને કથાકાર
📱9924233030📱
ઓફિસ - રાજકોટ, અમદાવાદ.
કાર્યક્ષેત્ર - સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - વસંત ઋતુ.
તારીખ 15/4/2025 મંગળવાર.
ચૈત્ર માસ, કૃષ્ણ, વદ પક્ષ.
બીજ તિથિ સવારે 10-56 સુધી છે, ત્યારબાદ ત્રીજ તિથિ છે.
વિશાખા નક્ષત્ર છે.
સિદ્ધિ યોગ છે.
આજે જન્મેલા બાળકની તુલા રાશિ (ર, ત,) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે ભદ્રા છે/ત્રિપુષ્કર યોગ અને શ્રી વત્સ નામનો યોગ છે, નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજે રાહુ કાળ બપોરે 03-57 થી 05-32 સુધી અશુભ સમય છે.
આજે યમઘંટ કાળ સવારે 09-37 થી 11-12 સુધી અશુભ સમય છે.
આજે રાહુ કાળનો વાસ પશ્ચિમ દિશામાં છે, આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજે ઉત્તર દિશામાં દિશાસૂળ છે, યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ, દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
આજે અભિજીત મુહૂર્ત બપોરે 12-22 થી 01-13 સુધી છે.
આજે અમૃતકાળ સાંજે 05-17 થી 07-05 સુધી શુભ સમય છે.
વિજય મુહૂર્ત બપોરે 02-54 થી 03-44 સુધી શુભ સમય છે.
રાશિ ઉપાયથી ભાગ્ય ચમકાવો
તુલા રાશિ (ર, ત,) ઉપાય
તુલા રાશિ (ર, ત,) વાળાને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શિવ પૂજા કરે, ગંગાજળ, દૂધ, ગુલાબ જળ, શેરડીનો રસ, નારિયેળ પાણીથી અભિષેક કરે, ચંદન, પુષ્પ, બિલીપત્ર, ધૂપ, દીપ અર્પણ કરે, સુખડી, ખીર, પંચામૃત, દૂધપાક ભોગ અર્પણ કરે - ૐ નમઃ શિવાય મંત્રની 12 માળા કરે, અશુભ ગ્રહ દશા શાંત થશે. શિવજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
તુલા રાશિ (ર, ત,) દાન ઉપાય
શુક્ર ગ્રહ સંબંધી સફેદ કપડું 1 મીટર, ચોખા 250 ગ્રામ, ખાંડ 250 ગ્રામ, સાકર 100 ગ્રામ, નારિયેળ, પૂજાની સોપારી, ચાંદીની કોઈ પણ વસ્તુ, સફેદ ફૂલ, બ્રાહ્મણને દાન કરો, કાર્ય સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
વૃષભ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
મિથુન રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
કર્ક રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
સિંહ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
કન્યા રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
તુલા રાશિ માટે આજનો દિવસ શુભ છે.
વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
ધનુ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
મકર રાશિ માટે આજનો દિવસ શુભ છે.
કુંભ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
મીન રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
।। શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે ।।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.