સાવધાન! 22 મેના રોજ પંચક અને ભદ્રાનો અશુભ યોગ, નવા કાર્ય ટાળજો
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત

આજનું રાશિ બળ

આજનું રાશિ બળ
|| શ્રી ગણેશ ઉપાસક ||
|| શ્રીમદ ભાગવત કથાકાર ||
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા
M.Phil., B.Ed., જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱9924233030📱
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વૉટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, benefit news channel જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલીવાહન શક: 1946
સંવત્સર: અનલ નામ
અયન: ઉત્તરાયણ
ઋતુ: ગ્રીષ્મ
તારીખ: 22/05/2025, ગુરુવાર
માસ: વૈશાખ, કૃષ્ણ, વદપક્ષ
તિથિ: દશમ
નક્ષત્ર: પૂર્વ ભાદ્રપદ (સાંજે 05:47 સુધી)
યોગ: વિષ્કુમ્ભ
આજે જન્મેલા બાળક: કુંભ રાશિ (ગ, સ, શ અક્ષર પરથી નામ આવશે)
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે પંચક છે.
ભદ્રા છે.
મુદગર નામનો અશુભ યોગ છે.
નવા કાર્યનો પ્રારંભ ન કરવો, નુકસાન થઈ શકે છે.
આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
અશુભ સમય
રાહુ કાળ: બપોરે 02:23 થી સાંજે 04:03 સુધી.
યમઘંટ કાળ: સવારે 06:05 થી સવારે 07:44 સુધી.
રાહુ કાળ વાસ: દક્ષિણ દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરવા, નુકસાન થઈ શકે છે.
દિશાશૂળ: આજે દક્ષિણ દિશામાં દિશાશૂળ છે. આ દિશામાં યાત્રા-પ્રવાસ કરવો અશુભ છે, દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
શુભ સમય
સૂર્યોદય: સવારે 06:05 વાગ્યે.
સૂર્યાસ્ત: સાંજે 07:23 વાગ્યે.
અભિજીત મુહૂર્ત: બપોરે 12:17 થી બપોરે 01:10 સુધી.
અમૃતકાળ: સવારે 10:11 થી સવારે 11:42 સુધી.
વિજય મુહૂર્ત: બપોરે 02:57 થી બપોરે 03:50 સુધી.
આજનો રાશિ ઉપાય
કુંભ રાશિ (ગ, સ, શ) નો ઉપાય
કુંભ રાશિના જાતકોએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી ગણેશજીની પૂજા કરવી. ગણેશજીની મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરી, કુમકુમ, ચંદન, ચોખા, ગુલાબ પુષ્પ, દૂર્વા, ધૂપ, દીપ, ફૂલોની માળા અર્પણ કરવી. લાડુ, કાજુ, બદામ, કિસમિસ અને ફળનો ભોગ ધરાવવો. "ૐ ગં ગણપતયે નમઃ" મંત્રની 12 માળા કરવાથી અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી ગણેશજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
કુંભ રાશિ (ગ, સ, શ) દાન ઉપાય
શનિ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેવી કે, 1 મીટર કાળું કપડું, 50 ગ્રામ કાળી અડદ, 50 ગ્રામ કાળી તલ, લોખંડની ખીલ, 50 ગ્રામ તેલ, નાળિયેર, પૂજાની સોપારી, સિંદૂરની પૂડી બ્રાહ્મણને દાન કરવી. આમ કરવાથી કાર્યમાં સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ: આજે દિવસ શુભ છે.
વૃષભ રાશિ: આજે દિવસ શુભ છે.
મિથુન રાશિ: આજે દિવસ અશુભ છે.
કર્ક રાશિ: આજે દિવસ અશુભ છે.
સિંહ રાશિ: આજે દિવસ શુભ છે.
કન્યા રાશિ: આજે દિવસ શુભ છે.
તુલા રાશિ: આજે દિવસ અશુભ છે.
વૃશ્ચિક રાશિ: આજે દિવસ અશુભ છે.
ધનુ રાશિ: આજે દિવસ શુભ છે.
મકર રાશિ: આજે દિવસ અશુભ છે.
કુંભ રાશિ: આજે દિવસ શુભ છે.
મીન રાશિ: આજે દિવસ અશુભ છે.
|| શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે ||
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.