જાણો ધન રાશિ માટે કેવો રહેશે દિવસ
વિક્રમ સંવત 2081- શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
। શ્રી ગણેશ ઉપાસક।
।શ્રી મદ ભાગવત કથાકાર।
। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા।
એમ.ફિલ બી.એડ. જ્યોતિષ,વાસ્તુ તેમજ કથાકાર
📱9924233030📱
ઓફિસ - રાજકોટ,અમદાવાદ.
કાર્યક્ષેત્ર - સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવ, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081- શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.
તારીખ 20/4/2025 રવિવાર.
ચૈત્ર માસ, કૃષ્ણ, વદ પક્ષ.
સપ્તમી તિથિ 07-00 પી.એમ. સુધી છે ત્યારબાદ અષ્ટમી તિથિ છે.
પૂર્વાષાઢા નક્ષત્ર 11-48 એ.એમ. સુધી છે ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્ર છે.
સિદ્ધ યોગ છે
આજે જન્મેલા બાળકની ધનુ રાશિ (ભ, ધ, ફ, ઢ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ તેમજ વ્રત
આજે ભાનુ સપ્તમી છે સૂર્ય દેવની પૂજા કરો/કાલાષ્ટમી છે કાલ ભૈરવની પૂજા કરો/ પદ્મક યોગ છે, સર્વાર્થ સિદ્ધિ યોગ તેમજ ત્રિપુષ્કર યોગ છે નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજે રાહુ કાળ 05-33 પી.એમ. થી 07-09 પી.એમ. સુધી અશુભ સમય છે.
આજે યમઘંટ કાળ 12-46 પી.એમ. થી 02-22 પી.એમ. સુધી અશુભ સમય છે.
આજે રાહુ કાળ વાસ ઉત્તર દિશામાં છે આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો નુકસાન થશે.
આજે પશ્ચિમ દિશામાં દિશાશૂળ છે યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
આજે અભિજીત મુહૂર્ત 12-21 પી.એમ. થી 01-12 પી.એમ. સુધી શુભ સમય છે.
આજે અમૃતકાળ 06-43 પી.એમ. થી 08-24 એ.એમ. સુધી શુભ સમય છે.
વિજય મુહૂર્ત 02-54 પી.એમ. થી 12-25 એ.એમ. સુધી શુભ સમય છે.
રાશિ ઉપાયથી ભાગ્ય ચમકાવો
ધનુ રાશિ (ભ, ધ, ફ, ઢ) ઉપાય
ધનુ રાશિ (ભ, ધ, ઢ) વાળાને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી હનુમાનજીની પૂજા કરો સવારે ઊઠીને હનુમાનજીને પ્રણામ કરો અને સ્નાન કરો. સાફ કપડાં પહેરીને મંદિરની સાફ-સફાઈ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. ચોકી પર લાલ કપડું બિછાવીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો. હનુમાનજીને વસ્ત્ર પહેરાવો અને રોલી, અક્ષત, અને પુષ્પ અર્પણ કરો. ચમેલીના તેલનો દીવો પ્રગટાવો.
હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.
સંકટમોચન હનુમાનજીની આરતી કરો.
બુંદીના લાડુનો ભોગ લગાવો. અંતમાં પ્રસાદનું વિતરણ કરો. ૐ હનુમંતે નમઃ મંત્રની 12 માળા કરો અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી હનુમંત પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
ધનુ રાશિ (ભ, ધ, ફ, ઢ) દાન ઉપાય
ગુરુ ગ્રહ સંબંધી પીળું કપડું 1 મીટર, ગોળ 250 ગ્રામ, ચણા દાળ 250 ગ્રામ, નારિયેળ, પૂજાની સોપારી, સાકર 100 ગ્રામ, ઘી 50 ગ્રામ, પીળું ફૂલ, પીળું ફળ, હળદર ગાંઠ 5 નંગ, ખારેક 100 ગ્રામ, બ્રાહ્મણને દાન કરો કાર્ય સફળતા મળશે.
આજનો રાશિ બળ
મેષ રાશિ માટે આજનો દિવસ અશુભ છે
વૃષભ રાશિ આજનો દિવસ અશુભ છે
મિથુન રાશિ આજનો દિવસ શુભ છે
કર્ક રાશિ આજનો દિવસ અશુભ છે
સિંહ રાશિ આજનો દિવસ અશુભ છે
કન્યા રાશિ આજનો દિવસ અશુભ છે
તુલા રાશિ આજનો દિવસ શુભ છે
વૃશ્ચિક રાશિ આજનો દિવસ અશુભ છે
ધનુ રાશિ આજનો દિવસ શુભ છે
મકર રાશિ આજનો દિવસ અશુભ છે
કુંભ રાશિ આજનો દિવસ શુભ છે
મીન રાશિ આજનો દિવસ શુભ છે
। શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.