કુંભ રાશિ પર ગ્રહદોષ? ગણેશ પૂજા અને શનિદાનથી મળશે રાહત, જાણો સંપૂર્ણ વિધિ
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
|| શ્રી ગણેશ ઉપાસક ||
|| શ્રીમદ ભાગવત કથાકાર ||
|| શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા ||
M.phil B.ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱 9924233030 📱
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, benefit news channel જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલીવાહન શક: 1946
નામ સંવત્સર: અનલ
ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ
તારીખ: 20/05/2025, મંગળવાર
માસ: વૈશાખ, કૃષ્ણ, વદ પક્ષ
તિથિ: અષ્ટમી
નક્ષત્ર: ધનિષ્ઠા (સાંજે 07:32 સુધી)
યોગ: ઇન્દ્ર યોગ
આજે જન્મેલા બાળક: કુંભ રાશિ (ગ, સ, શ)
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે પંચક છે. આજે કાલાષ્ટમી છે. આજે વૈધૃતિ મહાપાત અશુભ યોગ છે. આજે ઉત્પત્તિ નામનો અશુભ યોગ છે. નવા કાર્ય શરૂ ન કરવા, નુકસાન થઈ શકે છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
રાહુ કાળ: આજે બપોરે 04:03 થી સાંજે 05:42 સુધી અશુભ સમય છે.
યમઘંટ કાળ: આજે સવારે 09:24 થી સવારે 11:04 સુધી અશુભ સમય છે.
રાહુ કાળ વાસ: પશ્ચિમ દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરવા, નુકસાન થશે.
દિશાશૂળ: આજે ઉત્તર દિશામાં દિશાશૂળ છે. યાત્રા-પ્રવાસ કરવા માટે અશુભ છે, દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
સૂર્યોદય: આજે સવારે 06:06 વાગ્યે.
સૂર્યાસ્ત: આજે સાંજે 07:20 વાગ્યે.
અભિજીત મુહૂર્ત: બપોરે 12:17 થી બપોરે 01:10 સુધી શુભ સમય છે.
અમૃતકાલ: સવારે 09:07 થી સવારે 10:04 સુધી છે.
વિજય મુહૂર્ત: બપોરે 02:54 થી બપોરે 03:46 સુધી શુભ સમય છે.
આજનો રાશિ ઉપાય
કુંભ રાશિ (ગ, સ, શ) નો ઉપાય
કુંભ રાશિ (ગ, સ, શ) વાળા વ્યક્તિએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી ગણેશજીની પૂજા કરવી. ગણેશજીની મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરવી. કુમકુમ, ચંદન, ચોખા, ગુલાબ, પુષ્પ, દૂર્વા, ધૂપ, દીપ, ફૂલોની માળા અર્પણ કરવી. લાડુ, કાજુ, બદામ, કિસમિસ અને ફળનો ભોગ ધરાવવો. 'ઓમ ગં ગણપતયે નમઃ' મંત્રની 12 માળા કરવી, જેનાથી અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી ગણેશજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
કુંભ રાશિ (ગ, સ, શ) દાન ઉપાય
શનિ ગ્રહ સંબંધી વસ્તુઓ જેવી કે 1 મીટર કાળું કપડું, 50 ગ્રામ કાળા અડદ, 50 ગ્રામ કાળા તલ, લોખંડની ખીલી, 50 ગ્રામ તેલ, નારિયેળ, પૂજાની સોપારી, સિંદૂરની પૂડી બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ: આજે દિવસ શુભ છે.
વૃષભ રાશિ: આજે દિવસ શુભ છે.
મિથુન રાશિ: આજે દિવસ અશુભ છે.
કર્ક રાશિ: આજે દિવસ અશુભ છે.
સિંહ રાશિ: આજે દિવસ શુભ છે.
કન્યા રાશિ: આજે દિવસ શુભ છે.
તુલા રાશિ: આજે દિવસ અશુભ છે.
વૃશ્ચિક રાશિ: આજે દિવસ અશુભ છે.
ધનુ રાશિ: આજે દિવસ શુભ છે.
મકર રાશિ: આજે દિવસ અશુભ છે.
કુંભ રાશિ: આજે દિવસ શુભ છે.
મીન રાશિ: આજે દિવસ અશુભ છે.
|| શ્રી ગણેશજી તમારું કલ્યાણ કરે ||
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.