અશુભ સમયથી બચો, 26 એપ્રિલના રાહુ કાળ અને યમઘંટ વિશે જાણો
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
।। શ્રી ગણેશ ઉપાસક ।।
।। શ્રીમદ્ ભાગવત કથાકાર ।।
।। શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા ।।
એમ.ફિલ, બી.એડ., જ્યોતિષ, વાસ્તુ અને કથાકાર
📱9924233030📱
ઓફિસ - રાજકોટ, અમદાવાદ.
કાર્યક્ષેત્ર - સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, બેનિફિટ ન્યૂઝ ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.
તારીખ 26/4/2025 શનિવાર.
ચૈત્ર માસ, કૃષ્ણ, વદ પક્ષ.
ત્રયોદશી તિથિ સવારે 08:28 સુધી, ત્યારબાદ ચતુર્દશી તિથિ છે.
ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર સવારે 08:53 સુધી, ત્યારબાદ રેવતી નક્ષત્ર છે.
વૈધૃતિ/વિષ્કુંભ યોગ છે.
આજે જન્મેલા બાળકનું મીન રાશિ (દ, ચ, ઝ, થ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે પંચક છે/ચતુર્દશી તિથિનો ક્ષય છે/શિવરાત્રી છે/ચૈત્રી દનિયા સમાપ્ત/પ્રજાપતિ યોગ છે. દેવપૂજા, પિતૃ પૂજા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજે રાહુ કાળ સવારે 09:31 થી 11:08 સુધી અશુભ સમય છે.
આજનો યમઘંટ કાળ બપોરે 02:21 થી 03:58 સુધી અશુભ સમય છે.
આજે રાહુ કાળ વાસ પૂર્વ દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજે પૂર્વ દિશામાં દિશાસૂળ છે. યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ, દુર્ઘટના, નુકસાન થઈ શકે છે.
આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:19 થી 01:11 સુધી શુભ સમય છે.
આજે અમૃતકાળ તારીખ 2૭ એપ્રિલના રોજ સવારે 01:31 થી 02:56 સુધી શુભ સમય છે.
વિજય મુહૂર્ત બપોરે 02:54 થી 12:25 સુધી શુભ સમય છે.
રાશિ ઉપાયથી ભાગ્ય ચમકાવો
મીન રાશિ (દ, ચ, ઝ, થ) ઉપાય
મીન રાશિ (દ, ચ, ઝ, થ) વાળા વ્યક્તિને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી શંકરજીની પૂજા કરે. ગંગાજળ, દૂધ, મધથી અભિષેક કરે, શુદ્ધ જળથી સ્નાન કરાવે, ચંદન, અક્ષત, ગુલાબ, પુષ્પ, બિલીપત્ર, ધૂપ, દીપ, ફૂલોની માળા અર્પણ કરે. દૂધની મીઠાઈ, કાજુ, બદામ, કિસમિસ અને ફળનો ભોગ ॐ નમઃ શિવાય મંત્રની 12 માળા કરે, અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી શંકરજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
મીન રાશિ (દ, ચ, ઝ, થ) દાન ઉપાય
ગુરુ ગ્રહ સંબંધી વસ્તુઓ ગુરુ - પીળું કપડું 1 મીટર, ગોળ 250 ગ્રામ, ચણા દાળ 250 ગ્રામ, નારિયેળ, પૂજાની સોપારી, સાકર 100 ગ્રામ, ઘી 50 ગ્રામ, પીળું ફૂલ, પીળું ફળ, હળદર ગાંઠ 5 નંગ, ખારેક 100 ગ્રામ, બ્રાહ્મણને દાન કરે, કાર્ય સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
વૃષભ રાશિ માટે આજનો દિવસ શુભ છે.
મિથુન રાશિ માટે આજનો દિવસ શુભ છે.
કર્ક રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
સિંહ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ છે.
તુલા રાશિ માટે આજનો દિવસ શુભ છે.
વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
ધન રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
મકર રાશિ માટે આજનો દિવસ શુભ છે.
કુંભ રાશિ માટે આજનો દિવસ અશુભ છે.
મીન રાશિ માટે આજનો દિવસ શુભ છે.
।। શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે ।।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.