UPI પર ચાર્જના મુદ્દે રાહુલ ગાંધી અને સરકાર સામસામે
‘UPI Tax’ કે માત્ર MDR? રાહુલ ગાંધીએ સરકારને ઘેરતા આ નિર્ણયને ‘UPI Tax’ ગણાવ્યો અને તેને પાછો ખેંચવાની માંગ કરી.

UPI પર 0.4 ટકા MDRના નિર્ણયને લઈને રાહુલ ગાંધી અને કેન્દ્ર સરકાર વચ્ચે રાજકીય વિવાદ

UPI પર 0.4 ટકા MDRના નિર્ણયને લઈને રાહુલ ગાંધી અને કેન્દ્ર સરકાર વચ્ચે રાજકીય વિવાદ
Rahul Gandhi Demands Roll Back UPI MDR Tax: ભારતમાં કરોડો લોકો રોજબરોજ ઉપયોગ કરતા UPI પેમેન્ટને લઈને હવે મોટો રાજકીય વિવાદ ઉભો થયો છે. 15 ઓક્ટોબર 2026થી ₹2,000થી વધુના કેટલાક વેપારી UPI પેમેન્ટ પર 0.4% Merchant Discount Rate એટલે કે MDR લાગુ થવાનો નિર્ણય સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ આ નિર્ણયને ‘UPI Tax’ ગણાવીને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ કોઈ ટેક્સ નથી અને નિર્ણય પાછળ કોઈ વિદેશી દબાણ નથી.
₹2,000થી વધુ UPI પેમેન્ટ પર શું બદલાશે?
નવા MDR ફ્રેમવર્ક હેઠળ ₹2,000થી વધુના ચોક્કસ Person-to-Merchant એટલે કે P2M UPI વ્યવહારો પર 0.4% MDR લાગુ થશે. ₹75,000 કે તેથી વધુના વ્યવહારમાં MDRની મહત્તમ મર્યાદા ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ ચાર્જ સામાન્ય ગ્રાહક પાસેથી સીધો લેવામાં આવશે નહીં. MDR વેપારી તરફથી પેમેન્ટ ઇકોસિસ્ટમમાં ચૂકવવામાં આવશે. બીજી તરફ, વ્યક્તિથી વ્યક્તિ એટલે કે P2P UPI પેમેન્ટ કોઈપણ રકમ માટે મફત રહેશે. ₹2,000 સુધીના વેપારી પેમેન્ટ પણ MDRથી બહાર રહેશે. સરકારના જણાવ્યા અનુસાર આશરે 96% P2M વ્યવહારો નવા નિયમથી અસરમુક્ત રહેશે.
Modi ji, roll back the UPI tax. Now. pic.twitter.com/IIt46zMgCG
— Rahul Gandhi (@RahulGandhi) September 16, 2026
રાહુલ ગાંધી કેમ કહી રહ્યા છે ‘UPI Tax’?
રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે અમેરિકન પેમેન્ટ કંપનીઓ લાંબા સમયથી ભારતની Zero-MDR UPI નીતિનો વિરોધ કરતી આવી છે અને નવા નિર્ણયથી તેમને સ્પર્ધાત્મક ફાયદો મળી શકે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે સરકાર અમેરિકન દબાણ સામે ઝૂકી રહી છે અને UPI જેવી વ્યવસ્થામાં ચાર્જનો રસ્તો ખોલી રહી છે. કોંગ્રેસે આ મુદ્દે સરકારના નિર્ણય અને MDRનો દર કેમ નક્કી થયો તે અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
સરકારનો જવાબ: ‘આ UPI Tax નથી’
રાહુલ ગાંધીના આરોપો વચ્ચે નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે MDRને ‘UPI Tax’ કહેવું યોગ્ય નથી. સરકારના જણાવ્યા અનુસાર MDR સરકાર અથવા NPCI દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ નહીં, પરંતુ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં લાગતી ફી છે. કેન્દ્ર સરકારે વિદેશી દબાણના આરોપોને પણ નકારી કાઢ્યા છે. નાણા મંત્રાલયનું કહેવું છે કે UPIને લાંબા ગાળે વધુ ટકાઉ બનાવવા, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્રાહકના ખિસ્સા પર ખરેખર શું અસર પડશે?
સરકારનું કહેવું છે કે સામાન્ય ગ્રાહક માટે UPI પેમેન્ટ મફત રહેશે અને બેંકોને વેપારી MDRનો ખર્ચ ગ્રાહકો પર ન નાખવા સૂચના આપવામાં આવી છે. UPI એપ્સને પણ વધારાની પ્લેટફોર્મ ફી વસૂલવાની મંજૂરી નહીં હોય. એટલે હવે મુખ્ય સવાલ એ છે કે 15 ઓક્ટોબરથી લાગુ થનારો 0.4% MDR ખરેખર વેપારીઓ સુધી જ સીમિત રહેશે કે તેની અસર આખા ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ પર પડશે? આ મુદ્દે સરકાર અને કોંગ્રેસના દાવા હાલ આમને-સામને છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત ભાજપમાં 6 જિલ્લાઓ માટે નવા પ્રભારી જાહેર! આણંદથી ડાંગ સુધી સંગઠનની જવાબદારીમાં નવા ચહેરાઓની એન્ટ્રી.

કોર્ટમાં પાસપોર્ટ જમા હતો... તો પછી બીજો પાસપોર્ટ કેવી રીતે મળ્યો? ગુજરાત ATSએ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પટેલની નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ કરી છે.

PM મોદીના વડનગરના 81 વર્ષીય સ્કૂલમેટ... 15 વર્ષથી ચાલી રહેલો ભાયંદરનો જમીન વિવાદ અને પછી એક મુલાકાત!