RJDનો સૌથી મોટો આંચકો: હારના 4 મોટા કારણો
તેજસ્વીની વ્યૂહાત્મક ભૂલો અને 'યાદવ રાજ'ની છબીએ NDAને 185 બેઠકો આપી

તેજસ્વીને હાથના કર્યા હૈયે વાગ્યા

તેજસ્વીને હાથના કર્યા હૈયે વાગ્યા
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે જનતાએ મહાગઠબંધન અને તેના નેતા તેજસ્વી યાદવને મોટો આંચકો આપ્યો છે. સવારે 10:45ના વલણો મુજબ, નીતિશ કુમારના નેતૃત્વ હેઠળનું NDA 185 બેઠકો પર મજબૂત લીડ સાથે વિજય તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે મહાગઠબંધન માત્ર 54 બેઠકો પર સમેટાઈ ગયું છે. ખુદ તેજસ્વી યાદવ પણ પોતાની બેઠક પર પાછળ ચાલી રહ્યા છે.
જે પક્ષો બરાબરીની ટક્કરનો દાવો કરતા હતા, તેઓ આ રીતે કેમ ધરાશાયી થયા? તેના મુખ્ય ચાર કારણો અહીં આપેલા છે:
1. 'યાદવ રાજ'ના અતિરેકથી બિન-યાદવ મતો દૂર થયાRJDની હારનું મુખ્ય કારણ તેના યાદવ ઉમેદવારોની સંખ્યામાં વધારો સાબિત થયું. RJDએ કુલ ઉમેદવારોમાંથી 36% એટલે કે 52 યાદવોને ટિકિટ આપી, જે 2020ની 40 ટિકિટો કરતાં ઘણી વધારે છે.
આનાથી RJDની 'જાતિવાદી' છબી મજબૂત થઈ અને 'યાદવ રાજ'ની ગંધ આવતા ગેર-યાદવ (ખાસ કરીને સવર્ણ અને અતિ પછાત) વોટ બૅન્ક મહાગઠબંધનથી દૂર થઈ ગઈ. ભાજપે પોતાના પ્રચારમાં 'RJDનું યાદવ રાજ'નું કથાનક સફળતાપૂર્વક ચલાવ્યું, જેણે બિન-યાદવ મતોને NDA તરફ વાળ્યા.
2. સહયોગી પક્ષોની અવગણના અને ગઠબંધનનો વિખવાદતેજસ્વી યાદવની રણનીતિમાં સૌથી મોટી ભૂલ સહયોગી પક્ષો (કોંગ્રેસ અને ડાબેરીઓ)ને 'સમાન આદર' ન આપવાની સાબિત થઈ.
તેમનો 'RJD-કેન્દ્રીત' અભિગમ અને બેઠક વહેંચણીના વિવાદોએ ગઠબંધનને નબળું પાડ્યું, જેના કારણે વોટ ટ્રાન્સફર નિષ્ફળ ગયું.
કોંગ્રેસના 'ગેરંટી' મેનિફેસ્ટોને બદલે તેજસ્વીએ માત્ર 'નોકરી આપીશું'ને પ્રાથમિકતા આપી.
સૌથી વધુ વિવાદ મહાગઠબંધનના ઘોષણાપત્રને 'તેજસ્વી પ્રણ' નામ આપવાથી થયો, જે અન્ય સહયોગીઓને ખૂંચ્યો.
રેલીઓ અને પોસ્ટરોમાં રાહુલ ગાંધીની તસવીરો ઓછી અને તેજસ્વીની વધુ દેખાતી હતી, જેણે ગઠબંધનને એકજૂટ દેખાવાની તક આપી નહીં.
તેજસ્વી યાદવની સૌથી મોટી ચૂક એ હતી કે તેમણે મોટા વાયદાઓની ઠોસ બ્લુપ્રિન્ટ (જેમ કે સરકારી નોકરી, પેન્શન) આપી શક્યા નહીં.
ફંડિંગ અને અમલની યોજનાના અભાવે મતદારોમાં અવિશ્વાસ પેદા થયો. 'દરેક ઘરને સરકારી નોકરી'ના મુદ્દે તેઓ દરરોજ 'આગામી 2 દિવસમાં બ્લુપ્રિન્ટ આવશે' એમ કહેતા રહ્યા, પરંતુ ચૂંટણી પૂરી થવા છતાં તે રજૂ ન કરી શક્યા.
4. 'મુસ્લિમપરસ્ત' છબી અને લાલુની વિરાસત પર મૂંઝવણમહાગઠબંધનની 'મુસ્લિમપરસ્ત' છબીએ બિન-મુસ્લિમ મતોમાં ઘટાડો કર્યો. વક્ફ બિલ લાગુ નહીં કરવાની તેજસ્વીની વાત ખુદ યાદવ બંધુઓને પણ પસંદ ન આવતાં યાદવ જાતિના મતોમાં પણ ઘટાડો થયો.
વળી, તેજસ્વી પોતાના પિતા લાલુ પ્રસાદની વિરાસતને લઈને મૂંઝવણમાં રહ્યા. પોસ્ટરોમાં લાલુપ્રસાદની તસવીર નાની રાખવાની 'જંગલ રાજ'ની છબી ટાળવાની બેધારી નીતિ ઊંધી પડી. વડાપ્રધાન મોદીએ આ મુદ્દો ઉઠાવીને કહ્યું કે તેજસ્વી લાલુપ્રસાદના 'પાપ છુપાવી રહ્યા છે,' જે લાલુના સમર્થકોને તેમનું અપમાન લાગ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!