સંજય રાઉતે રાજકારણથી વિરામ લેતા તર્ક-વિતર્ક શરૂ
સંજયે સ્વાસ્થ્ય સમસ્યાઓને ટાંકીને આગામી 2 મહિના પક્ષના કાર્યક્રમોથી દૂર રહેવાની જાહેરત કરી

સંજય રાઉત

સંજય રાઉત
મહારાષ્ટ્રમાં શિવસેનાના અગ્રણી નેતા અને ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા સંજય રાઉતે અચાનક એક મોટી જાહેરાત કરીને રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. તેમણે આગામી 2 મહિના માટે જાહેર જીવન અને પક્ષના કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવનાત્મક પોસ્ટમાં, રાઉતે લખ્યું કે, તેમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ છે અને તેઓ સારવાર લઈ રહ્યા છે. તેમણે લોકોને ખાતરી આપી કે, તેઓ સ્વસ્થ થઈ જશે, પરંતુ ડૉક્ટરોએ તેમને ભીડ ટાળવા અને જાહેર કાર્યક્રમોથી દૂર રહેવાની સલાહ આપી છે. જોકે, સંજય રાઉતે તેમની ચોક્કસ બીમારીનો ઉલ્લેખ કર્યો નથી.
સોશિયલ મીડિયા પર વિવિધ સવાલો
સંજય રાઉતની આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. PM મોદીએ 'X' પર રાઉતની પોસ્ટનો જવાબ આપતા લખ્યું, "સંજય રાઉત, તમારા ઝડપી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું." બીજી તરફ, તેમની બીમારીની અસ્પષ્ટતાને કારણે સોશિયલ મીડિયા પર વિવિધ સવાલો અને અટકળો ઊભી થઈ છે. કેટલાક યુઝર્સે સવાલ કર્યો છે કે, રાઉતે તેમની બીમારી શા માટે સ્પષ્ટ નથી કરી.
સંજય રાઉત અવગણના અનુભવી રહ્યા હોવાનું અનુમાન
એક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે, રાઉતની આ બધી બીમારીઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના કારણે છે. યુઝરના મતે, અગાઉ ઉદ્ધવ ઠાકરે રાજકારણમાં સંજય રાઉતને મહત્ત્વ આપતા હતા, પરંતુ હવે રાજ ઠાકરેને મહત્ત્વ આપવા લાગ્યા હોવાથી સંજય રાઉત અવગણના અનુભવી રહ્યા છે, જેના કારણે તેઓ 'બીમાર' પડ્યા છે અને વિરામ લીધો છે.
જાહેર કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય
સંજય રાઉતે જાહેર કાર્યક્રમોથી દૂર રહેવાનો આ નિર્ણય એવા સમયે લીધો છે, જેના એક દિવસ પહેલા શનિવારે મુંબઈમાં મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપો લગાવીને વિરોધ પક્ષો એક મહાકૂચ કરવાના છે. શિવસેનાના મુખપત્ર "સામના" અનુસાર, આ કૂચનું નેતૃત્વ એનસીપીના શરદ પવાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ડાબેરી પક્ષોના નેતાઓ સંયુક્ત રીતે કરશે. આ મહત્વપૂર્ણ રાજકીય ઘટના સમયે સંજય રાઉતની ગેરહાજરી અને વિરામ લેવાનો નિર્ણય રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!