બે વેવાણે ગામ ગજવ્યું...વેવાણે 10 વર્ષથી શાસન કરતા વેવાણને હરાવ્યા
ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં અનેક રસપ્રદ પરિણામો

ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં અનેક રસપ્રદ પરિણામો

ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં અનેક રસપ્રદ પરિણામો
ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં અનેક રસપ્રદ પરિણામો સામે આવી રહ્યા છે, જેમાં ગિર સોમનાથ જિલ્લાના ગિર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે જોવા મળેલી ચૂંટણી ખાસ ધ્યાન ખેંચે છે. અહીં બે વેવાણ વચ્ચે જ સરપંચ પદ માટેનો જંગ થયો હતો, જેમાં છેલ્લા 10 વર્ષથી સત્તા પર રહેલા સરપંચ ભાવનાબેન નંદવાણાને તેમની જ વેવાણ જયાબેન ડાંગોદરાએ 606 મતોના અંતરે હરાવતાં પેનલ સહિત જીત મેળવી છે.
જયાબેનની પેનલના તમામ 7 સભ્યો પણ વિજયી થયા છે, જે ગામમાં બદલાવની માંગ અને જૂના શાસન પ્રત્યે અસંતોષની લાગણી વ્યક્ત કરે છે.
આ ચૂંટણીમાં બંને ઉમેદવાર વેવાણો હોવા છતાં, મતદાતાઓએ વિકાસના આધાર પર મતદાન કર્યું. જયાબેન ડાંગોદરા ગામના રોકાયેલા રોડના કામો, પાણી, નાળાં અને અન્ય વિકાસ કામોને લઈને ભારે નારાજ હતાં અને આ પ્રશ્નોને નિરાકરણ માટે જ તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
બીજી તરફ ભાવનાબેન નંદવાણાએ પોતાના કાર્યકાળમાં થયેલા વિકાસની સફાઈ આપતાં વધુ કાર્ય કરવાના વચનો સાથે મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. છતાં, મતદારોએ પરિવર્તનને પસંદ કર્યું.
આ વિજય માત્ર રાજકીય પરિવર્તન નથી, પણ સમાજમાં પરિવારમાંથી બહાર ન જતા મતભેદ કેવી રીતે મતપેટી સુધી મર્યાદિત રહી શકે તેવો ઉદાહરણ પણ છે. ચૂંટણી બાદ ગામમાં શાંતિ અને સમરસતા જળવાઈ રહે તે દિશામાં બંને પરિવારોના સભ્યો પણ પ્રયાસશીલ છે.
જયાબેન ડાંગોદરાએ ચૂંટણી જીત્યા બાદ ગામના લોકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "મને લોકોના વિશ્વાસ અને આશીર્વાદ મળ્યા છે. હવે હું ગામમાં પાણી, રસ્તા અને નાળાં સહિતના તમામ પડતર પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવાનું વચન આપું છું."
આ પણ વાંચો--
Surat: પ્રાથમિક શાળાની બેન્ચ કોલેજને ફાળવાતા વિદ્યાર્થીઓ જમીન પર બેસવા મજબૂર, વાલીઓમાં રોષ!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!