ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર?
બુટલેગરનો પત્ર વાયરલ થતા ગીર સોમનાથનું રાજકારણ ગરમાયું, તપાસની માંગ ઉઠી

ઉનાના ભાજપના ધારાસભ્ય કાળુ રાઠોડ અને વાયરલ થયેલો બુટલેગરનો પત્ર

ઉનાના ભાજપના ધારાસભ્ય કાળુ રાઠોડ અને વાયરલ થયેલો બુટલેગરનો પત્ર
ગીર સોમનાથ જિલ્લામાં દારૂના ધંધાને લઈને રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. ઉના તાલુકાના ઉમેજ ગામના બુટલેગર ભગા ઉકા જાદવ દ્વારા લખાયેલો એક કથિત પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
આ પત્રમાં ઉનાના ભાજપના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર દારૂના ધંધામાં ભાગીદાર હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ભગા ઉકા જાદવ હાલ જૂનાગઢ જેલમાં ગુજસીટોક હેઠળ બંધ છે અને તેણે આ પત્ર 10 સપ્ટેમ્બરે જેલમાંથી લખ્યો હોવાનું કહેવાય છે. પત્ર 10 નવેમ્બરે વાયરલ થતાં રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
તપાસ મુજબ, પત્રમાં ધારાસભ્ય સાથે મળીને દમણથી દારૂ મંગાવવાના 13થી વધુ કેસ અને 29 લાખ રૂપિયાના હિસાબનો ઉલ્લેખ છે. સાથે જ ધારાસભ્યના ગામના સરપંચ યોગેશ રાઠોડ અને રવિ રાઠોડ સાથેના નાણાકીય હિસાબ બાકી હોવાની વાત પણ ઉલ્લેખવામાં આવી છે. પત્રમાં LCBના હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈના ફોનનો ઉલ્લેખ છે કે, હમણાં દારૂનું કટિંગ નહીં અને એ દરમિયાન જ SMCએ રેડ કરી હતી.
આ પત્ર બહાર આવતા જેલ પ્રશાસનની ભૂમિકા પર પણ સવાલો ઊઠ્યા છે કે, જેલમાંથી આવા પત્રો બહાર કેવી રીતે આવી શકે? બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે નિષ્પક્ષ તપાસની માગ કરી છે જેથી સત્ય બહાર આવી શકે.
ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જણાવ્યું કે, બુટલેગર ભગા ઉકા જાદવ ગુજસીટોકના ગુનામાં રિમાન્ડ હેઠળ હતો ત્યારે પોલીસના ફોનમાંથી મને ફોન કરી જૂનાગઢ જેલમાં ચાલતી પ્રવૃતિઓ વિશે જણાવ્યું હતું. આ અંગે મે સરકારમાં જેલર વાળા અને બુટલેગર ભગા ઉકા વિરુદ્ધ 25 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ લેખિત રજૂઆત કરી હતી. જેના પગલે જેલરની તાત્કાલિક બદલી થઇ હતી.
જૂનાગઢ જેલમાંથી આ લેટર બહાર કેવી રીતે આવ્યો તે બાબત પણ ગંભીર સવાલો ઊભા કરે છે. આ બુટલેગર સાથે મારે કોઈ લેવાદેવા નથી. મને રાજકીય રીતે બદનામ કરવાનું એક ષડયંત્ર છે. સરકારમાં હું આ સમગ્ર ઘટના અંગે રજૂઆત પણ કરવાનો છું.
હાલમાં ગુજસીટોક હેઠળ જેલમાં બંધ બુટલેગરના પત્રથી પોલીસ અને રાજકારણીઓની સંડોવણી અંગે શંકા ઉઠી રહી છે. સમગ્ર મામલે હવે રાજ્ય સરકારના સ્તરે તપાસની માંગ તેજ બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!