મહાત્મા ગાંધીની પ્રતિમા પર ભાજપની ટોપી અને ઝંડો
બિહારમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર ભાજપની ટોપી અને ઝંડો મૂકવામાં આવતા રાજકીય વિવાદ
મહાત્મા ગાંધીની પ્રતિમા
મહાત્મા ગાંધીની પ્રતિમા
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. મુઝફ્ફરપુર જિલ્લાના મીનાપુર હાઈસ્કૂલ મેદાનમાં આયોજિત NDA કાર્યકર્તા સંમેલન દરમિયાન, મહાત્મા ગાંધીની પ્રતિમા પર એક વિવાદાસ્પદ ઘટના બની. કેટલાક અજાણ્યા લોકોએ રાષ્ટ્રપિતાની પ્રતિમાના માથા પર ભાજપની ટોપી પહેરાવી અને તેમના હાથમાં કમળના નિશાનવાળો પાર્ટીનો ઝંડો થમાવી દીધો. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિપક્ષે આને ગાંધીજીનું અપમાન ગણાવીને મોરચો કર્યો. RJD અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ ઘટનાની કડક નિંદા કરી અને પ્રતિમાને ગંગાજળથી "શુદ્ધ" કરી.
મંચની સજાવટ કરતી વખતે આ કૃત્ય
આ સમગ્ર ઘટના NDAના સંમેલન દરમિયાન બની હતી, જ્યાં ભાજપના શહનવાઝ હુસૈન અને JDUના સંજય ઝા સહિત અનેક મોટા નેતાઓ હાજર હતા. સંમેલનના ભાગરૂપે, સ્થાનિક કાર્યકરો દ્વારા મંચની સજાવટ કરતી વખતે આ કૃત્ય કરવામાં આવ્યું હતું. ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પ્રતિમાના માથા પર ભાજપની લીલી ટોપી મૂકવામાં આવી છે અને તેમના હાથમાં લાકડી સાથે કમળનું પ્રતીક ધરાવતો ઝંડો બાંધવામાં આવ્યો છે. આ તસવીરોએ ઝડપથી રાજકીય તોફાન સર્જ્યું છે, જેને વિપક્ષે મહાત્મા ગાંધીનું અપમાન ગણાવ્યું છે.
આ પણ વાંચો: સાવરકર પર રાહુલના નિવેદનથી SC લાલઘૂમ, કહ્યું, 'મહાત્મા ગાંધીને પણ નોકર કહેશો?'
કોંગ્રેસે ઘટનાની નિંદા કરી
RJDના પ્રવક્તા મુકુલ યાદવે આને રાષ્ટ્રીય વારસાનું અપમાન ગણાવીને ભાજપ પાસે માફીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી જેવા મહાપુરુષની પ્રતિમાને રાજકીય પ્રચારનું માધ્યમ બનાવવું એ અક્ષમ્ય અપરાધ છે. કોંગ્રેસે પણ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે. RJDના કાર્યકર્તાઓએ રવિવારે ઘટનાસ્થળે પહોંચીને પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવ્યું અને આ પ્રક્રિયાને શુદ્ધિકરણ ગણાવી.
ગાંધીજીના અપમાનનો ઇરાદો ન હતો
બીજી તરફ, ભાજપના નેતા અજય કુમારે આ ઘટનાને વિપક્ષની પાર્ટીની છબી ખરાબ કરવાનું કાવતરૂં ગણાવે છે. તેમણે કહ્યું કે, આ સંમેલન દરમિયાનની સામાન્ય સજાવટ હતી, ગાંધીજીનું અપમાન કરવાનો ઇરાદો ન હતો. RJD અને કોંગ્રેસ હંમેશની જેમ ખોટી વાત ફેલાવી રહ્યા છે. ભાજપે સ્પષ્ટતા કરી છે કે, આ કૃત્ય સ્થાનિક કાર્યકર્તાઓનું વ્યક્તિગત કૃત્ય હતું અને પાર્ટીનું ઉચ્ચ નેતૃત્વ આ પ્રકારના કૃત્યનું સમર્થન કરતું નથી.
રાજકીય ગરમાવવામાં વધારો
ચૂંટણીના માહોલમાં આ ઘટનાએ રાજકીય ગરમાવો વધાર્યો છે. નિષ્ણાતો માને છે કે, આ વિવાદ ભાજપની છબીને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે ગાંધીજીનું અપમાન એક સંવેદનશીલ મુદ્દો છે. સોશિયલ મીડિયા પર #GandhiApman અને #BJPInsultsBapu જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે, જે આ વિવાદની ગંભીરતા દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા