શેરબજારમાં જોરદાર તેજી, રોકાણકારો રાજીના રેડ
સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,000ની નજીક, બજારમાં બુલ રન
શેરબજારમાં મજબૂત તેજી
શેરબજારમાં મજબૂત તેજી
સોમવારે (આજે) ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટો ઉછાળો નોંધાયો હતો, જેના મુખ્ય કારણોમાં જીએસટીમાં મોટા સુધારાની જાહેરાત અને એસ એન્ડ પી દ્વારા ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવું છે.
સવારે ટ્રેડીંગ શરૂ થતાં જ 30 શેરવાળો BSE સેન્સેક્સ 1,021.93 પોઈન્ટના ઉછાળા સાથે 81,619.59 પર પહોંચ્યો હતો, જ્યારે 50 શેરવાળો NSE નિફ્ટી 322.2 પોઈન્ટના વધારા સાથે 24,953.50 થયો હતો. આ તેજીમાં ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
કયા શેરોમાં તેજી?
સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાંથી મારુતિ, બજાજ ફાઈનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટ્રેન્ટ અને બજાજ ફિનસર્વ મુખ્ય લાભાર્થી રહ્યા હતા. જોકે, લાર્સન એન્ડ ટુબ્રો, આઈટીસી, એચસીએલ ટેક્નોલોજીસ અને ઈન્ફોસિસ જેવા શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકારે જીએસટી સુધારાઓનો ડ્રાફ્ટ રાજ્યોને મોકલ્યો છે અને દિવાળી પહેલા તેનો અમલ કરવા માટે સહકાર માંગ્યો છે. આ સુધારાઓથી મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ 5% અને 18%ના ટેક્સ સ્લેબમાં આવવાની અપેક્ષા છે. આ સુધારાથી હાલમાં 28%ના ટેક્સ સ્લેબમાં આવતા ઓટો અને સિમેન્ટ જેવા સેક્ટરને ફાયદો થવાની શક્યતા છે જેના પરિણામે ટીવીએસ મોટર્સ, હીરો, આઈશર, એમએન્ડએમ અને મારુતિ જેવા શેરોમાં તેજી જોવા મળી શકે છે. વીમા કંપનીઓને પણ આ જીએસટી રિવિઝનનો લાભ મળવાની અપેક્ષા છે.
વૈશ્વિક બજારોની સ્થિતિ:
એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કી 225, શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ પોઝિટિવ રહ્યા હતા, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી નીચો ટ્રેડ કરી રહ્યો હતો. શુક્રવારે અમેરિકી બજારો મોટાભાગે ઘટાડા સાથે બંધ થયા હતા.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ ગુરુવારે ₹1,926.76 કરોડના શેર વેચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા દિવસને કારણે શુક્રવારે શેરબજાર બંધ રહ્યું હતું.

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા