પોર્ટફોલિયોમાં ગાબડું: ₹31 લાખ કરોડ ખાખ, હવે શું?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે દલાલ સ્ટ્રીટને ધમરોળ્યું; નિફ્ટીમાં પણ 600+ નો ઘટાડો

પોર્ટફોલિયોમાં ગાબડું

પોર્ટફોલિયોમાં ગાબડું
મધ્ય પૂર્વમાં (Middle East) વણસતી જતી યુદ્ધની સ્થિતિએ ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પરિણામે BSE સેન્સેક્સ 2,200 પોઈન્ટથી વધુ અને NSE નિફ્ટી 700 પોઈન્ટથી વધુ તૂટ્યા હતા.
આ કડાકાને કારણે માત્ર એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹12 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે.
રોકાણકારોમાં હાહાકાર
28 ફેબ્રુઆરીએ ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે સંઘર્ષની નવી શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય બજારમાંથી અંદાજે ₹31 લાખ કરોડની સંપત્તિ સાફ થઈ ગઈ છે.
28 ફેબ્રુઆરીએ BSE માર્કેટ કેપ ₹463 લાખ કરોડ હતું, જે સોમવારે ઈન્ટ્રાડે દરમિયાન ઘટીને ₹432 લાખ કરોડ પર પહોંચી ગયું છે.
બજાર તૂટવાના મુખ્ય કારણો:
ક્રૂડ ઓઈલનો ઝટકો:
બ્રેન્ટ ક્રૂડના ભાવ એક અઠવાડિયામાં 25% વધીને $114 પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ભારત તેની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે, તેથી મોંઘા તેલથી મોંઘવારી અને રાજકોષીય ખાધ વધવાનો ડર છે.
વિદેશી રોકાણકારોની એક્ઝિટ:
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPIs) છેલ્લા 4 દિવસમાં ભારતીય બજારમાંથી ₹21,000 કરોડ પાછા ખેંચી લીધા છે.
વૈશ્વિક અનિશ્ચિતતા:
યુદ્ધ લાંબુ ખેંચાવાની આશંકાથી રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે.
કયા સેક્ટરમાં સૌથી વધુ નુકસાન?
આજે વેચવાલીનો માહોલ સર્વત્ર હતો. HDFC બેંક 3%, ICICI બેંક 4.5% અને SBI 5% થી વધુ તૂટ્યા હતા. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે BPCL, HPCL અને ઇન્ડિયન ઓઈલમાં 8% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
એરલાઇન સ્ટોક્સ (IndiGo) પણ 7% થી વધુ તૂટ્યા છે કારણ કે એવિએશન ફ્યુઅલ મોંઘું થવાની ભીતિ છે. જોકે, ડિફેન્સ સ્ટોક્સમાં 6% નો ઉછાળો જોવા મળ્યો હતો, કારણ કે યુદ્ધની સ્થિતિમાં સૈન્ય ખર્ચ વધવાની શક્યતા છે.
નિષ્ણાતોના મતે, જો ક્રૂડ ઓઈલ $100 ની ઉપર લાંબો સમય રહેશે તો ભારતીય અર્થતંત્ર, રૂપિયો અને મોંઘવારી પર ભારે દબાણ આવશે. હાલમાં બજારની નજર સંપૂર્ણપણે મધ્ય પૂર્વના ઘટનાક્રમ પર ટકેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા