હવે FPI લાઇસન્સ માત્ર એક ક્લિક પર મળશે?
પેપરવર્ક ખતમ! જાણો કેવી રીતે SEBIના નવા નિયમો સાથે કોટક બેંકે વિદેશી રોકાણ સરળ બનાવ્યું.

FPI લાઇસન્સ માત્ર એક ક્લિક પર

FPI લાઇસન્સ માત્ર એક ક્લિક પર
ભારતના નાણાકીય બજારમાં આજે એક ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું છે. દેશની અગ્રણી બેંક, કોટક મહિન્દ્રા બેંકે ભારતનું સર્વપ્રથમ 'ફુલ્લી ડિજિટલ' ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર (FPI) લાઇસન્સ ઈશ્યૂ કરીને નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. અત્યાર સુધી જે પ્રક્રિયામાં કાગળોના થોથા અને દિવસોનો સમય જતો હતો, તે હવે માત્ર એક ક્લિક અને ઈલેક્ટ્રોનિક સિગ્નેચરથી પૂર્ણ થઈ ગઈ છે.
સમગ્ર મામલો
કોટક મહિન્દ્રા બેંક ભારતની પ્રથમ એવી કસ્ટોડિયન બેંક બની છે જેણે ઓનલાઇન ડોક્યુમેન્ટેશન દ્વારા FPI લાઇસન્સની પ્રક્રિયા પૂર્ણ કરી છે. બેંકના જણાવ્યા અનુસાર, કોઈ પણ ભૌતિક દસ્તાવેજો (Physical Paperwork) વગર જ બે લાઇસન્સ પહેલેથી જ ઈશ્યૂ કરી દેવામાં આવ્યા છે. આ સિદ્ધિ ભારતની કેપિટલ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક માઇલસ્ટોન સમાન છે.
SEBIના 'યુનિફાઇડ ડિજિટલ વર્કફ્લો'નો કમાલ
આ મોટી સફળતા પાછળ સેબી (SEBI) દ્વારા જાન્યુઆરી 2026 માં અમલમાં મુકાયેલ 'યુનિફાઇડ ડિજિટલ વર્કફ્લો' જવાબદાર છે. આ ફ્રેમવર્ક કસ્ટોડિયન અને ડિપોઝિટરીઝને પરવાનગી આપે છે કે તેઓ એન્ડ-ટુ-એન્ડ ઓનલાઇન પ્રક્રિયા કરી શકે. કોટક બેંકે આ સિસ્ટમનો સૌથી પહેલો અને પૂરો ઉપયોગ કરીને અન્ય બેંકો માટે પણ રસ્તો સાફ કર્યો છે.
વિદેશી રોકાણકારોને શું ફાયદો?
FPI લાઇસન્સ વિદેશી સંસ્થાઓને ભારતીય શેર, બોન્ડ અને સિક્યોરિટીઝમાં રોકાણ કરવાની છૂટ આપે છે. અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ કુરિયર વિલંબ અને જટિલ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડતો હતો. હવે ડિજિટલ ઓનબોર્ડિંગને કારણે:
ઝડપ: લાઇસન્સ મળવાનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.
પારદર્શિતા: રોકાણકાર પોતાની એપ્લિકેશનનું સ્ટેટસ ઓનલાઇન જાણી શકશે.
સરળતા: દુનિયાના કોઈ પણ ખૂણેથી ઈ-સિગ્નેચર દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.
નિષ્ણાતો માને છે કે આ પગલાથી ભારતની 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' ની છબી વધુ મજબૂત બનશે. રોકાણની પ્રક્રિયા જેટલી સરળ હશે, એટલો જ વધુ વિદેશી નાણાનો પ્રવાહ ભારતીય બજારોમાં આવશે. ડિજિટલ ઈન્ડિયાના વિઝનને નાણાકીય સેક્ટરમાં આનાથી મોટું પ્રોત્સાહન બીજું કઈ હોઈ શકે!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા