બુલિયન માર્કેટમાં નવા વિકલ્પો: MCX BULLDEX ઑપ્શન્સ
સોના-ચાંદીની તેજી વચ્ચે મોટો નિર્ણય, સિંગલ ટ્રેડમાં ગોલ્ડ-સિલ્વર એક્સપોઝર મેળવી શકાશે.

બુલિયન માર્કેટમાં નવા વિકલ્પો: MCX BULLDEX ઑપ્શન્સ

બુલિયન માર્કેટમાં નવા વિકલ્પો: MCX BULLDEX ઑપ્શન્સ
ભારતીય કોમોડિટી બજારને વધુ ગહન અને ઇનવેસ્ટમેન્ટ ફ્રેન્ડલી બનાવવાના ઉદ્દેશ સાથે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઑફ ઈન્ડિયા (MCX)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. MCXએ તેના MCX iCOMDEX Bullion Index (MCX BULLDEX) પર ઑપ્શન્સ કોન્ટ્રાક્ટ્સની શરૂઆત કરી છે, જે આજથી એટલે કે 27 ઓક્ટોબર, 2025થી અમલમાં આવ્યા છે.
MCX BULLDEX શું છે?
MCX BULLDEX ઇન્ડેક્સ મુખ્યત્વે અત્યંત લોકપ્રિય અને લિક્વિડ ગણાતા ગોલ્ડ અને સિલ્વરના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સનું સંયોજન છે. આ ઇન્ડેક્સ રોકાણકારો અને સંસ્થાઓને બુલિયન સેગમેન્ટમાં બરાબરનું એક્સપોઝર પ્રદાન કરે છે. આ ઑપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ બુલિયન ઇન્ડેક્સ જેવા ડાઇવર્સિફાઇડ એસેટના લાભોને ઑપ્શન્સ ટ્રેડિંગ સાથે જોડીને બજાર સહભાગીઓ માટે એક શક્તિશાળી જોખમ સંચાલન સાધન પૂરું પાડશે.
MCXના MD & CEO, પ્રવીણા રાયએ જણાવ્યું હતું કે, આ નવીન પ્રોડક્ટ કોમોડિટી ડેરિવેટિવ્સ ઇકોસિસ્ટમમાં ઉત્પાદનોની શ્રેણી વધારશે અને બજાર સહભાગીઓને એક જ બાસ્કેટમાં બુલિયન સેગમેન્ટનું એક્સપોઝર લેવામાં મદદ કરશે.
વધતા ભાવ વચ્ચે રોકાણકારોનો ધસારો
નોંધનીય છે કે, ચાલુ વર્ષે સોનાના ભાવમાં 50%થી વધુ અને ચાંદીના ભાવમાં લગભગ 70%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કિંમતોમાં આટલી મોટી ઉથલપાથલ વચ્ચે આ નવા ઑપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ રોકાણકારોને ભાવના જોખમનું અસરકારક રીતે સંચાલન કરવાની તક આપશે.
જાણો કોન્ટ્રાક્ટની મહત્વપૂર્ણ વિગતો
ટ્રેડિંગ સાઇકલ: માસિક ઇન્ડેક્સ કોન્ટ્રાક્ટ્સ મહત્તમ ત્રણ મહિનાની ટ્રેડિંગ સાઇકલ ધરાવશે. નજીકનો મહિનો, મધ્ય-મહિનો , અને દૂરનો મહિનો.
ટ્રેડિંગ અવધિ: રોકાણકારો સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 વાગ્યાથી રાત્રે 11.30/11.55 વાગ્યા સુધી (યુએસ ડે લાઇટ સેવિંગ ટાઇમ મુજબ) ટ્રેડ કરી શકશે.
ડેરિવેટિવ મૂલ્ય: કોન્ટ્રાક્ટનું મૂલ્ય બજારમાં રજૂઆત સમયે ₹5 લાખથી ઓછું નહીં હોય.
સ્ટ્રાઇક્સની સંખ્યા: 35 ઇન-ધ-મની (ITM), 35 આઉટ-ઑફ-ધ-મની (OTM) અને 1 નિયર-ધ-મની ઉપલબ્ધ રહેશે.
એક્સપાયરી દિવસ: માસિક ઑપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ અંતર્ગત આવતા ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સના રોલઓવર સમયગાળાના એક વ્યવસાય દિવસ પહેલા સમાપ્ત થશે.
આ નવા કોન્ટ્રાક્ટ્સના લૉન્ચના પગલે, MCXના શેરના ભાવમાં તેજી જોવા મળી હતી અને સોમવારના ટ્રેડિંગ સેશનમાં શેરનો ભાવ 2.5% વધીને ₹9244.90ની ટોચ પર પહોંચ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા