નાણાંકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરના સપ્તાહાંતમાં ઇંડેક્સમાં ઉછાળો
શેર માર્કેટના બંને ઇંડેક્સમાં 9 મહિના બાદ આ ઉછાળો નોંધાયો, સેન્સેક્સ 303.03 પોઇન્ટ્સ અને નિફ્ટીમાં 88.80 પોઇન્ટ્સનો ઉછાળો

શેર બજારમાં ઉછાળો

શેર બજારમાં ઉછાળો
ભારતીય શેર માર્કેટ, નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરનો છેલ્લો સપ્તાહાંત અને આ અઠવાડિયાનો છેલ્લો દિવસને મજબૂતાઈ પર બંધ આપ્યો છે. શેર માર્કેટના બંને ઇંડેક્સમાં 9 મહિના બાદ આ ઉછાળો નોંધાયો છે. મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાથી સંભવિત વૈશ્વિક આર્થિક અસર અંગેની ચિંતાઓ દૂર કરવામાં મદદ મળી અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો હાલમાં ખરીદીને વેગ આપી માર્કેટને સકારાત્મક દિશામાં લઈ આવ્યા છે.
આજે સેન્સેક્સ 303.03 પોઇન્ટ્સ એટલે કે 0.36% ઉપર ચડીને 84,058.90એ બંધ થયો છે જ્યારે નિફ્ટીમાં પણ 88.80 પોઇન્ટ્સ એટલે કે 0.35%નો ઉછાળો જોવા મળ્યો હતો જે 25,637.80 પર બંધ થયું હતું.
સતત ચાર દિવસથી બંને ઇંડેક્સમાં વધારો જોવા મળી રહ્યો છે. રોકાણકારો મજબૂત બની રહેતા બંને ઇંડેક્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. ડીપમાં ખરીદીના રોકાણકારોના નિર્ણયથી હાલ માર્કેટમાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે.
ઓકટોબર 2024માં સેન્સેક્સે 84,000નો અને નિફ્ટી 25,640ના આંક પાર પહોંચ્યો હતો જે હવે જૂન માસમાં તે આંક સુધી પહોંચ્યો છે. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપમાં પણ ક્રમશ: 0.27 % અને 0.91%નો વધારો નોંધાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા