ગૂગલનું વિશાખાપટ્ટનમમાં $15 બિલિયનનું AI રોકાણ
અમેરિકા બહાર ગૂગલનો સૌથી મોટો દાવ: વિઝાગ બનશે ગ્લોબલ AI હબ

ગૂગલનું વિશાખાપટ્ટનમમાં $15 બિલિયનનું AI રોકાણ

ગૂગલનું વિશાખાપટ્ટનમમાં $15 બિલિયનનું AI રોકાણ
વૈશ્વિક ટેક જાયન્ટ ગૂગલ દ્વારા ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ જાહેર કરવામાં આવ્યું છે. કંપનીએ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ (Vizag) ખાતે મોટા પાયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હબ સ્થાપવા માટે $15 બિલિયન (અંદાજે ₹ 1.25 લાખ કરોડથી વધુ)ના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ અમેરિકાની બહાર ગૂગલનું સૌથી મોટું રોકાણ માનવામાં આવે છે.
નવી દિલ્હીમાં 14 ઓક્ટોબરે આયોજિત એક કાર્યક્રમમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રીઓ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા.
રોજગાર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ
ગૂગલ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, પાંચ વર્ષના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ (2026-30)માં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ, રિન્યુએબલ એનર્જી કેપેસિટી અને એક નવું સબસી ગેટવે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે. ગૂગલે જણાવ્યું કે, આ દેશમાં પ્રથમ ગીગાવોટ-સ્કેલનો ડેટા સેન્ટર કેમ્પસ હશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી એન. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી 1 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. આ વિશાળ રોકાણ ભારત-યુએસના ડિજિટલ સહયોગને પણ મજબૂત કરશે.
વિશાખાપટ્ટનમ બનશે ગ્લોબલ કનેક્ટિવિટી હબ
ગૂગલ ક્લાઉડના સીઈઓ (CEO) થોમસ કુરિયનએ આ પ્રોજેક્ટનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે, "અમે આ ડેટા સેન્ટરને મલ્ટિપલ GW સુધી સ્કેલ કરીશું. અમે વિશાખાપટ્ટનમને ગ્લોબલ કનેક્ટિવિટી હબ બનાવી રહ્યા છીએ." તેમણે વધુમાં ઉમેર્યું કે ગૂગલ તેની સબસી કેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વિશાખાપટ્ટનમ સુધી લાવી રહ્યું છે અને તેને અન્ય કેબલ્સ સાથે જોડવામાં આવશે.
ડેટા સેન્ટર્સ આજે AI મોડેલ્સ અને ક્લાઉડ સેવાઓ માટે નિર્ણાયક બની ગયા છે, અને ગૂગલનું આ રોકાણ ભારતીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ બનાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા