સોના-ચાંદીમાં ભડકો: ભાવોએ તોડ્યા તમામ રેકોર્ડ
અમેરિકી ફેડ પર દબાણ અને રશિયા-ઇરાન સંઘર્ષે કિંમતી ધાતુઓ સોના- ચાંદીને આસમાને પહોંચાડી.

સોના-ચાંદીના ભાવ રેકોર્ડસ્તરે

સોના-ચાંદીના ભાવ રેકોર્ડસ્તરે
વૈશ્વિક બજારમાં સર્જાયેલી ભારે અનિશ્ચિતતા અને ભૂરાજકીય તણાવની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી છે. આજે, સોમવારે (12 જાન્યુઆરી) ભારતીય વાયદા બજાર (MCX) પર સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને નવી ઐતિહાસિક સપાટી હાંસલ કરી છે.
સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1.41 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ કિલો દીઠ ₹2.63 લાખનો આશ્ચર્યજનક ભાવ જોવા મળ્યો હતો. એક જ દિવસમાં સોનામાં ₹2,000થી વધુ અને ચાંદીમાં ₹9,500થી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.
બજારના નિષ્ણાતો આ તેજી પાછળ મુખ્યત્વે બે કારણો ગણાવી રહ્યા છે:
1 ) ઇરાન, રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વમાં વધતો જતો સૈન્ય તણાવ અને
2) અમેરિકાની ફેડરલ રિઝર્વ પર વ્યાજદરમાં ઘટાડો કરવા માટે વધી રહેલું રાજકીય દબાણ.
અમેરિકાના નબળા રોજગારીના ડેટા અને ફુગાવાના દબાણે રોકાણકારોને શેરબજાર જેવા જોખમી સાધનોમાંથી બહાર કાઢીને સોના જેવી સુરક્ષિત એસેટ્સ (Safe-haven assets) તરફ વાળ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું $4,600 પ્રતિ ઔંસની સપાટી વટાવી ચૂક્યું છે.
નિષ્ણાતોના મતે, સોનામાં આવેલી આ તેજી કોઈ ટૂંકા ગાળાની ઘટના નથી પરંતુ વૈશ્વિક સ્તરે રોકાણના અભિગમમાં આવેલો મોટો ફેરફાર છે. ચાંદીમાં ઉદ્યોગલક્ષી માંગ અને ગ્રીન ટેકનોલોજીના વપરાશને કારણે લાંબા ગાળાની તેજીના સંકેતો મળી રહ્યા છે. જોકે, ડોલર ઇન્ડેક્સ મજબૂત થશે તો ટૂંકા ગાળામાં ભાવમાં થોડી નફાવસૂલી કે સ્થિરતા જોવા મળી શકે છે. હાલના તબક્કે, એશિયાઈ દેશોમાં સોનાની સતત વધી રહેલી માંગને જોતા ભાવો હજુ પણ ઊંચા સ્તરે ટકી રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા