મોંઘવારીનો ડબલ ડોઝ: સોનું વધ્યું ને શેરબજાર તૂટ્યુ
નિફ્ટી 24,400ની નીચે સરક્યો; ક્રૂડ અને સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો, એશિયન બજારોમાં હાહાકાર

સોનું વધ્યું ને શેરબજાર તૂટ્યુ

સોનું વધ્યું ને શેરબજાર તૂટ્યુ
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ 'બ્લેક વેન્ઝ્ડે' સાબિત થયો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી છે.
બુધવારે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં રોકાણકારોની મિનીટોમાં જ ₹9 લાખ કરોડની સંપત્તિ સ્વાહા થઈ ગઈ છે.
કડાકાના આંકડા
ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં જ સેન્સેક્સ 1,750 પોઈન્ટ્સ અથવા 2.2% તૂટીને 78,480ના સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ, નિફ્ટી-50 પણ 500 પોઈન્ટ્સથી વધુના ઘટાડા સાથે 24,334ના સ્તરે સરકી ગયો હતો. બજારની કુલ માર્કેટ કેપ જે મંગળવારે ₹457 લાખ કરોડ હતી, તે ઘટીને ₹448 લાખ કરોડ થઈ ગઈ છે.
મુખ્ય કારણો:
યુએસ-ઈરાન યુદ્ધ: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામનેઈના મૃત્યુ બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધ ભયાનક વળાંક લઈ રહ્યું છે. ઇઝરાયલે તેહરાન અને બેરૂત પર ફ્રેશ એટેક કર્યા છે, જેનાથી વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે.
ક્રૂડ ઓઇલનો ઝટકો: બ્રેન્ટ ક્રૂડ $82 પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું 90% તેલ આયાત કરે છે. ક્રૂડમાં દર $1ના વધારાથી ભારતનું ઇમ્પોર્ટ બિલ ₹16,000 કરોડ વધી જાય છે, જે મોંઘવારીમાં વધારો કરશે.
રૂપિયાનું ઐતિહાસિક પતન: ભારતીય રૂપિયો આજે 66 પૈસા તૂટીને $1 સામે 92.15ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
સોના-ચાંદીમાં તેજી: બજારમાં અસ્થિરતા આવતા રોકાણકારો શેર વેચીને સોનામાં રોકાણ કરી રહ્યા છે. MCX પર સોનું ₹2,500 વધીને ₹1.64 લાખ (10 ગ્રામ) અને ચાંદી ₹7,000 વધીને ₹2.79 લાખ (કિલો) પર પહોંચી છે.
એશિયન બજારોમાં ગાબડા: વૈશ્વિક સ્તરે સાઉથ કોરિયાનું બજાર 10% અને જાપાનનું નિક્કેઈ 4% સુધી તૂટ્યું છે, જેની નકારાત્મક અસર ભારતીય બજાર પર પડી છે.
ટ્રમ્પનું નિવેદન અને રિકવરીની આશા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગમાં જહાજોને સુરક્ષા આપવાની જાહેરાત કરી છે, જેનાથી અમેરિકી બજારમાં થોડી રિકવરી જોવા મળી હતી. જોકે, ભારતીય બજાર માટે નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી નિફ્ટી 25,200ની ઉપર બંધ ન થાય ત્યાં સુધી ઘટાડો ચાલુ રહી શકે છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ₹4થી ₹5નો વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા