બજેટ ઝટકો: બજાર કેમ તૂટ્યું? ₹10 લાખ કરોડનો ધુમાડો
6 વર્ષનો સૌથી મોટો કડાકો; F&O પર ટેક્સ વધતા શેરબજાર પર અસર દેખાઈ, થયું કક્કડભૂસ

બજેટ ઝટકો: બજાર તૂટ્યું!

બજેટ ઝટકો: બજાર તૂટ્યું!
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ 2026એ શેરબજારના રોકાણકારો માટે જોરદાર આંચકો આપ્યો છે. ખાસ રવિવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં છેલ્લા છ વર્ષનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો, જેમાં રોકાણકારોની અંદાજે ₹10 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ છે.
કડાકાનું મુખ્ય કારણ: STT માં વધારો
બજારમાં આ ભયાનક વેચવાલી પાછળનું મુખ્ય કારણ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ પરના સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં થયેલો વધારો છે. સરકારે ફ્યુચર્સ પરનો STT 0.02% થી વધારીને 0.05% કર્યો છે, જ્યારે ઓપ્શન્સ પ્રીમિયમ પર પણ ટેક્સમાં વધારો કર્યો છે.
આ જાહેરાતને પગલે એક્સચેન્જ અને બ્રોકિંગ શેરો જેવા કે BSE અને એન્જલ વનમાં 13.5% સુધીનો કડાકો જોવા મળ્યો હતો.
શેરોમાં કડાકો:
PSU બેંકો: સૌથી વધુ 6% નો ઘટાડો નોંધાયો. SBI 5.43% તૂટ્યો.
મેટલ અને ફાઇનાન્સ: મેટલ ઇન્ડેક્સ 4% અને ફાઇનાન્શિયલ સર્વિસિસ 2-4% તૂટ્યા.
મિડકેપ અને સ્મોલકેપ: બન્ને ઇન્ડેક્સમાં 2% થી 2.7% સુધીનો ઘટાડો જોવા મળ્યો.
IT સેક્ટર:
બજારના તોફાનમાં એકમાત્ર આશરો જ્યારે સમગ્ર બજારમાં વેચવાલી હતી, ત્યારે IT સેક્ટરે મજબૂતી બતાવી હતી. બજેટમાં ક્લાઉડ ડેટા સેન્ટર સેવાઓ માટે 2047 સુધી ટેક્સ હોલીડે અને સેફ હાર્બર મર્યાદા વધારવાની જાહેરાતને કારણે TCS અને વિપ્રો જેવા શેરો 2.5% થી 3% વધ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા