US માં ભારતીય વિદ્યાર્થી સાથે બર્બરતા, નેવાર્ક એરપોર્ટ પર ઘાતકી વર્તનનો Video Viral
વીડિયો બનાવનાર કુણાલ જૈને દૂતાવાસને મદદ માટે અપીલ કરતા ભારતીય દૂતાવાસે સંજ્ઞાન લીધું...

US માં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે કે નહીં?

US માં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે કે નહીં?
અમેરિકા (US)માં ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે થતી બદસલૂકીના કિસ્સાઓમાં ભયાવહ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં સામે આવેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાવી દીધો છે. ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર અમેરિકન અધિકારીઓએ એક ભારતીય વિદ્યાર્થીને નિર્દયતાપૂર્વક હાથકડી પહેરાવી જમીન પર પછાડી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારત અને અમેરિકા (US) બંને દેશોમાં ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વીડિયો અન્ય એક ભારતીય નાગરિક, કુણાલ જૈન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે.
ગુનેગાર કરતાં પણ ખરાબ વ્યવહાર...
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ભારતીય વિદ્યાર્થી સાથે પોલીસ દ્વારા એક ઘાતકી ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તે જમીન પર પટકાયેલો છે અને ઓછામાં ઓછા ચાર પોલીસ અધિકારીઓએ તેને દબોચી રાખ્યો છે, જેમાંના બે અધિકારીઓએ તો વિદ્યાર્થીની પીઠ પર પોતાના ઘૂંટણ ટેકવ્યા છે. તેના હાથ-પગમાં હાથકડી બાંધેલી છે અને તે પોલીસની આ ક્રૂર કાર્યવાહીથી ભયભીત થઈ રડી રહ્યો છે. આ દ્રશ્યો કોઈપણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી મૂકે તેવા છે.
"હું પાગલ નથી, આ લોકો મને પાગલ સાબિત કરવા લાગ્યા છે!" - પીડિત વિદ્યાર્થીની વેદના
આ ઘટનાને રેકોર્ડ કરનાર કુણાલ જૈને સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરતા લખ્યું કે, "મેં ગઈકાલે રાત્રે નેવાર્ક એરપોર્ટ પર એક યુવાન ભારતીય વિદ્યાર્થીને દેશનિકાલ થતો જોયો. હાથકડી લગાવેલો, રડતો, ગુનેગારની જેમ વ્યવહાર કરાતો. તે સપનાનો પીછો કરવા અહીં આવ્યો હતો, નુકસાન પહોંચાડવા નહીં. એક NRI તરીકે હું અસહાય અને દુઃખી અનુભવી રહ્યો હતો. આ એક માનવીય દુર્ઘટના છે."
કુણાલ જૈને વધુમાં જણાવ્યું કે, તે યુવક હરિયાણવી ભાષામાં બોલી રહ્યો હતો, "હું પાગલ નથી, આ લોકો મને પાગલ સાબિત કરવા લાગ્યા છે." આ શબ્દો તે વિદ્યાર્થીની માનસિક યાતના અને લાચારી સ્પષ્ટપણે દર્શાવે છે. કુણાલ જૈને આ મામલે અમેરિકા (US)માં ભારતીય દૂતાવાસને તાત્કાલિક તપાસ કરવા અને વિદ્યાર્થીને મદદ પહોંચાડવા અપીલ કરી છે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં ગુમ થયેલા જયદીપસિંહનું મૃતદેહ મળતાં શોકની લહેર
ભારતીય દૂતાવાસે લીધું સંજ્ઞાન, કાર્યવાહીની માંગ...
વીડિયો વાયરલ થયાના એક દિવસ બાદ, ન્યૂયોર્ક સ્થિત ભારતીય દૂતાવાસે 'X' (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને આ મામલે સંજ્ઞાન લીધું હોવાનું જણાવ્યું હતું. દૂતાવાસે લખ્યું, "અમને સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ જોવા મળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ભારતીય નાગરિક નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અમે આ સંબંધમાં સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ. વાણિજ્ય દૂતાવાસ ભારતીય નાગરિકોના કલ્યાણ માટે હંમેશા પ્રતિબદ્ધ છે."
આ પણ વાંચો : New Jersey વિરાણી જ્વેલર્સમાં ફરી એકવાર લૂંટની ઘટના: લાખો ડૉલરના દાગીના લૂંટાયા
કુણાલ જૈને આ ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "આ પ્રકારની ઘટનાઓ હવે રોજિંદી બની રહી છે." આ કિસ્સો અમેરિકા (US)માં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના માનવ અધિકારો પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ભારતીય દૂતાવાસ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરીને દોષિત અધિકારીઓ સામે પગલાં લેવાય અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની ખાતરી આપવામાં આવે તે અત્યંત આવશ્યક છે.
આ પણ વાંચો : Columbia રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર હિંસક હુમલો, હાલત ગંભીર
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?