ફિલિપાઇન્સમાં વાવાઝોડાને કારણે 66નાં મોત, 26 ગુમ
ભષણ કાલમેગી વાવાઝોડાને કારણે મધ્ય ફિલિપાઈન્સમાં 66 લોકોના મૃત્યુ, જ્યારે 26 લોકો હજુ ગુમ

ફિલિપાઇન્સમાં વાવાઝોડું

ફિલિપાઇન્સમાં વાવાઝોડું
મધ્ય ફિલિપાઇન્સમાં ભીષણ 'કાલમેગી વાવાઝોડું' કાળ બનીને ત્રાટક્યું છે, જેના કારણે અત્યારસુધીમાં 66 લોકોના મોત થયા છે અને 26 અન્ય લોકો ગુમ હોવાનું અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. મોટાભાગના મૃત્યુ ભીષણ પૂરમાં ફસાઈ જવા અને પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જવાને કારણે થયા છે. ફિલિપાઈન્સની સેનાએ માહિતી આપી હતી કે, મૃતકોમાં 6 સૈનિકોનો પણ સમાવેશ થાય છે, જેઓ કાલમેગીથી પ્રભાવિત પ્રાંતોમાં માનવતાવાદી સહાય પહોંચાડવા જઈ રહ્યા હતા. આ મદદમાં લાગેલા સૈનિકો મંગળવારે એક અકસ્માતનો ભોગ બન્યા હતા, જ્યારે ફિલિપાઈન્સ વાયુસેનાનું એક હેલિકોપ્ટર દક્ષિણી અગૂસન ડેલ સૂર પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જોકે, હેલિકોપ્ટર દુર્ઘટનાના ચોક્કસ કારણોની વિગતો હજુ સુધી ઉપલબ્ધ કરાઈ નથી.
મોટાભાગના લોકો પૂરના પાણીમાં ડૂબી ગયા
નાગરિક સુરક્ષા કાર્યાલયના ઉપ-પ્રશાસક અને પ્રાંતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુનો સૌથી વધુ આંક મધ્ય પ્રાંત સેબુમાં નોંધાયો છે, જ્યાં મંગળવારે કાલમેગી વાવાઝોડાને કારણે અચાનક પૂર આવ્યું અને નદીઓ છલકાઈ ગઈ. સેબુમાં જ ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે, જેમાંથી મોટાભાગના લોકો પૂરના પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે કેટલાક લોકો ભૂસ્ખલન અને કાટમાળ પડવાની ઘટનાઓમાં મૃત્યુ પામ્યા હતા. કુલ 26 ગુમ થયેલા લોકોમાંથી 13 સેબુના જ છે. પૂરના કારણે રહેણાંક વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા હતા, જેના કારણે નિવાસીઓને પોતાના ઘરની છત પર ચઢી જવાની ફરજ પડી હતી.
30 સપ્ટેમ્બરના 6.9 તીવ્રતાના ભૂકંપ
સેબુના ગવર્નર પામેલા બારિકુઆટ્રોએ એસોસિયેટેડ પ્રેસને જણાવ્યું કે, વાવાઝોડાથી બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ અચાનક આવેલા પૂરની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આપત્તિનો સામનો કરવા અને તાત્કાલિક ભંડોળના વિતરણ માટે સેબુમાં તાત્કાલિક આપત્તિની સ્થિતિ જાહેર કરવામાં આવી છે, જે 24 લાખથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર હજુ 30 સપ્ટેમ્બરના રોજ આવેલા 6.9 તીવ્રતાના ભૂકંપમાંથી બહાર આવી રહ્યો હતો, જેમાં 79 લોકોના મોત થયા હતા.
આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે ખસેડ્યા
ગવર્નર બારિકુઆટ્રોએ જણાવ્યું કે, ભૂકંપથી પ્રભાવિત ઉત્તરીય સેબુના હજારો વિસ્થાપિત નિવાસીઓને કાલમેગી આવતા પહેલા અસ્થાયી તંબુઓથી બનેલા આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. કાલમેગી વાવાઝોડાએ પ્રશાંત મહાસાગરના 'રિંગ ઓફ ફાયર' ક્ષેત્રમાં સ્થિત ફિલિપાઈન્સની નબળાઈઓને ફરી એકવાર ઉજાગર કરી છે, અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ ટેન્કર અને યુદ્ધજહાજ પર હુમલાની કડક કાર્યવાહી, બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટમાં વધતો તણાવ… અને તેની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવથી લઈને વૈશ્વિક બજારો સુધી પહોંચી શકે છે.

એફિલ ટાવર પર BAPSની મુલાકાત… પછી અચાનક સ્ટાફે કામ કેમ બંધ કરી દીધું? આ આખા વિવાદ પાછળની કહાની શું છે?

ઇઝરાયેલની ચૂંટણી પહેલાં કંઈક મોટું બદલાઈ રહ્યું છે? નવા ઓપિનિયન પોલે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ચિંતા વધારી દીધી છે!