નાઈજરમાં આતંકી હુમલાએ 2 ભારતીય નાગરિકોના મોત
પશ્ચિમ આફ્રિકાના નાઈજરમાં થયેલા આતંકવાદી હુમલામાં 2 ભારતીય નાગરિકોના મોત, 1નું અપહરણ

આતંકી હુમલો

આતંકી હુમલો
પશ્ચિમ આફ્રિકાના નાઈજરમાં 15 જુલાઈએ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં 2 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક ભારતીય નાગરિકનું અપહરણ કરવામાં આવ્યું છે. ભારતના નિયામી સ્થિત દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરતા પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ મૃતદેહોને સ્વદેશ પરત લાવવા અને અપહરણ કરાયેલા ભારતીયની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.
આ હુમલો ડોસો વિસ્તારમાં એક ઈલેક્ટ્રિકલ લાઈનના નિર્માણ સ્થળ પાસે થયો હતો, જે રાજધાની નિયામીથી લગભગ 100 કિલોમીટર દૂર છે. આતંકવાદીઓએ નાઈજર આર્મીના એક યુનિટને નિશાન બનાવ્યું હતું, જે નિર્માણ સ્થળની સુરક્ષા માટે તૈનાત હતું. આ હુમલામાં એક નાઈજર સૈનિકનું પણ મૃત્યુ થયું હોવાના અહેવાલ છે, જોકે સ્થાનિક અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોમાંથી એકની ઓળખ ઝારખંડના બોકારો જિલ્લાના 39 વર્ષીય પ્રવાસી શ્રમિક ગણેશ કરમાલી તરીકે થઈ છે. જ્યારે બીજા મૃતકની ઓળખ દક્ષિણ ભારતના કૃષ્ણન તરીકે કરવામાં આવી છે. અપહરણ કરાયેલા ભારતીય નાગરિકનું નામ રણજીત સિંહ છે, જે જમ્મુ અને કાશ્મીરના વતની છે અને ટ્રાન્સરેલ લાઈટિંગ લિમિટેડમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા. ભારત સરકાર આ મામલે સક્રિયપણે કાર્યવાહી કરી રહી છે અને પીડિતોને તે માટે પ્રયાસો ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.