મેકિસિકન નૌસેનાનું એક જહાજ શનિવારે ન્યૂયોર્કમાં આવેલા બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું હતું. અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. જ્યારે આ ઘટના ઘટી ત્યારે જહાજમાં કુલ 277 લોકો સવાર હતા. આ ઘટના સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મેકિસિકન નૌસેનાનું આ જહાજ શનિવારે ન્યૂયોર્ક સ્થિત બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું હતું. આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે અને 19 લોકોને ઈજા પહોંચી છે, જેમમાંથી 2ની હાલત ગંભીર છે. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે જહાજ ઈસ્ટ રિવરમાંથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે જહાજનો ઉપરનો ભાગ બ્રિજ સાથે અથડાઈ ગયો હતો. ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે. ત્યારબાદ જહાજ નદીના કિનારા તરફ ખસતું ગયું અને લોકો ડરીને ભાગવા લાગ્યા હતા.
ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટના પ્રેસ ડેસ્કે પુષ્ટિ કરી છે કે, દુર્ઘટનાની જાણકારી મળતાં જ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ન્યૂયોર્ક શહેરના મેયરે અગાઉ જણાવ્યું હતું કે, મેકિસિકન નૌસેનાનું શિપ બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું છે, જેમાં 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમાંથી 4 લોકો ગંભીર ઈજાગ્રસ્ત છે.
મળતી માહિતી અનુસાર, ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમમાંથી 2ની હાલત ગંભીર છે. આ ઘટના સંબંધિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જહાજનો ઉપરનો ભાગ, જેમાં મેક્સિકોનો લીલો, સફેદ અને લાલ રંગનો ધ્વજ લહેરાઈ રહ્યો હતો, તે બ્રિજ સાથે અથડાઈને નીચે પડી જાય છે અને ઘસડાતો જાય છે. ત્યારબાદ જહાજ કિનારા તરફ આગળ વધે છે અને કિનારા પર રહેલા લોકો ભાગવા લાગે છે.
મેકિસિકન નૌસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (એક્સ) પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, તેમનું તાલીમ જહાજ ‘કુઆઉટેમોક’ બ્રુકલિન બ્રિજ સાથેની દુર્ઘટનામાં નુકસાનગ્રસ્ત થયું છે, જેના કારણે તેની યાત્રા અટકાવી દેવામાં આવી છે.
નૌસેનાએ જણાવ્યું કે, નૌસેના અને સ્થાનિક અધિકારીઓ કર્મચારીઓ અને સામગ્રીની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને જરૂરી સહાય આપી રહ્યા છે.
નૌસેનાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે, “નૌસેના વિભાગ કર્મચારીઓની સલામતી, કામગીરીમાં પારદર્શિતા અને ભવિષ્યના મેક્સિકન નૌસેના અધિકારીઓ માટે શ્રેષ્ઠ તાલીમ આપવાની પ્રતિબદ્ધતા પુષ્ટિ કરે છે.”
‘કુઆઉટેમોક’ એ મેકિસિકન નૌસેના શાળાનું તાલીમ જહાજ છે, જે થિયરી ક્લાસિસ પછી કેડેટ્સને સમુદ્રી તાલીમ માટે લઈ જાય છે. નૌસેના અનુસાર, આ જહાજે આ વર્ષે 6 એપ્રિલે મેક્સિકોના પેસિફિક કાંઠે આવેલો અકાપુલ્કો બંદરેથી 277 લોકોને લઈ યાત્રા શરૂ કરી હતી.
15 દેશોના 22 બંદરો પર રોકાવાનો હતો કાર્યક્રમ
મળતી માહિતી મુજબ, આ બંદરને 15 દેશોના 22 બંદરો પર રોકાવાનું હતું. વધુમાં, તે રેકજાવિક (આઇસલેન્ડ), બોર્ડેક્સ, સેન્ટ માલો અને ડંકર્ક (ફ્રાન્સ) અને એબરડીન (સ્કોટલેન્ડ) જેવા સ્થળોની મુલાકાત લેવાનું હતું. કુલ 254 દિવસની આ યાત્રામાં, 170 દિવસ દરિયામાં અને 84 દિવસ બંદરો પર વિતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, અકસ્માત બાદ સ્થાનિક અને મેક્સિકન અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.