ઈરાને બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરી હોસ્પિટલમાં મચાવી તબાહી
ઈરાને ઈઝરાયલમાં આવેલી સોરોકા હોસ્પિટલ પર 4 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો, જેનાથી ભારે તબાહી સર્જાઈ.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ
ઈરાને ઈઝરાયલ પર ફરીથી બેલેસ્ટિક મિસાઈલ હુમલો કર્યો છે અને યુદ્ધ હવે વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરતું જઈ રહ્યું છે. ઈઝરાયલ જે રીતે સતત ઈરાન પર હુમલા કરી રહ્યો છે, તેની સામે હવે ઈરાન પણ જવાબી કાર્યવાહી કરતા પીછેહઠ કરતું નથી. નવી માહિતી મુજબ, ઈરાને ઈઝરાયલની સોરોકા હોસ્પિટલને નિશાન બનાવી 4 બેલેસ્ટિક મિસાઈલ દાગી દીધા છે.
આ હુમલાના દૃશ્યો બહાર આવ્યા છે, જેમાં હોસ્પિટલને થયેલું મોટું નુકસાન સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મિસાઈલ હુમલાના પગલે હોસ્પિટલના ઈમારતના ઘણા ભાગો ધરાશાયી થયા છે.
હાલમાં આ હુમલામાં કેટલા લોકોના મૃત્યુ થયા અને કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેમ છતાં, આ હુમલો દર્શાવે છે કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સઘન તણાવ હવે સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?