નો કેન્સલેશન ફી, ફ્રી રિશિડ્યુલિંગ, ફિક્સ્ડ ભાડું
ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાએ મુસાફરોને આપી મોટી રાહત

ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાનો મુસાફરોના હિતમાં નિર્ણય

ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાનો મુસાફરોના હિતમાં નિર્ણય
દેશમાં ઈન્ડિગોની વ્યાપક ફ્લાઈટ કેન્સલેશન અને ડિલેના કારણે લાખો મુસાફરો પરેશાન છે ત્યારે ટાટા ગ્રુપની એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે શનિવારે મુસાફરોના હિતમાં ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પગલાં તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે અને 15 ડિસેમ્બર સુધીની ટિકિટોને આવરી લે છે.
મુખ્ય રાહતો એક નજરમાં:એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને કહ્યું, “અમે જાણીએ છીએ કે હાલની પરિસ્થિતિમાં મુસાફરો પર આર્થિક અને માનસિક બોજ વધી રહ્યો છે. અમારો ઉદ્દેશ્ય એક જ છે – કોઈ મુસાફર વધુ પૈસા કે વધુ પરેશાની સહન કર્યા વિના મુસાફરી કરી શકે.”
ઈન્ડિગોનું સૌથી મોટું સંકટઈન્ડિગોએ પ્રતિબંધિત Pratt & Whitney એન્જિનના કારણે 70થી વધુ એરક્રાફ્ટ ગ્રાઉન્ડ કર્યા છે, જેના કારણે દરરોજ 500+ ફ્લાઈટ્સ કેન્સલ થઈ રહી છે. ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે અને મુસાફરો એરપોર્ટ પર કલાકો ફસાયેલા રહે છે. આ સ્થિતિમાં એર ઈન્ડિયાનો આ નિર્ણય મુસાફરો માટે સૌથી મોટી રાહત ગણાઈ રહ્યો છે.
મુસાફરોને સલાહ છે કે તેઓ ટિકિટ ફેરફાર માટે તાત્કાલિક એર ઈન્ડિયાની વેબસાઈટ, એપ કે હેલ્પલાઈનનો સંપર્ક કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?