US માં $500 મિલિયન કૌભાંડ: ભારતીય CEO પર આરોપ
બ્લેકરોક સહિત ધિરાણકર્તાઓએ ભારતીય CEO બ્રહ્મભટ્ટ પર છેતરપિંડીનો દાવો કર્યો

ભારતીય મૂળના CEO $500 મિલિયન છેતરપિંડીમાં આરોપી

ભારતીય મૂળના CEO $500 મિલિયન છેતરપિંડીમાં આરોપી
યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મોટા આર્થિક કૌભાંડના આરોપોએ ખળભળાટ મચાવ્યો છે. ભારતીય મૂળના CEO બંકિમ બ્રહ્મભટ્ટ પર બ્લેકરોક અને અન્ય ખાનગી ક્રેડિટ રોકાણકારો સાથે આશરે $500 મિલિયનની "આશ્ચર્યજનક" છેતરપિંડી આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' (WSJ) ના એક અહેવાલ મુજબ, બ્લેકરોકના HPS ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ સહિતના ધિરાણકર્તાઓએ બ્રહ્મભટ્ટ પર આરોપ લગાવ્યો છે કે તેમણે તેમની ટેલિકોમ-સેવા કંપનીઓ (બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજવોઇસ) ની લોન કોલેટરલ તરીકે ઉપયોગમાં લેવાતા ખાતાઓ નકલી બનાવ્યા હતા. ધિરાણકર્તાઓ હવે તેમની કરોડો ડોલરની રકમ વસૂલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ ધિરાણકર્તાઓએ ઓગસ્ટમાં દાવો દાખલ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે બ્રહ્મભટ્ટની કંપનીઓ તેમની પાસે $500 મિલિયનથી વધુ રકમની દેવાદાર છે. નોંધનીય છે કે ફ્રેન્ચ બેન્કિંગ જાયન્ટ BNP પરિબાસે પણ HPS દ્વારા બ્રહ્મભટ્ટની કંપનીઓને આપવામાં આવેલી લોનને ફાઇનાન્સ કરવામાં મદદ કરી હતી, જોકે બેંકે આ મામલે જાહેરમાં ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
નકલી ઈમેઈલ ડોમેન અને બંધ ઓફિસોWSJ ના અહેવાલ મુજબ, વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ ફર્મ બ્લેકરોકે આ વર્ષની શરૂઆતમાં HPS ને હસ્તગત કરી હતી. HPS એ સપ્ટેમ્બર 2020 માં બ્રહ્મભટ્ટની ટેલિકોમ-સંબંધિત સંસ્થાઓને ધિરાણ આપવાનું શરૂ કર્યું હતું. આ રોકાણ ધીમે ધીમે વધ્યું અને ઓગસ્ટ 2024 સુધીમાં આશરે $430 મિલિયન પર પહોંચી ગયું.
કૌભાંડની પોલ ત્યારે ખૂલી જ્યારે જુલાઈ 2024 માં HPS ના એક કર્મચારીએ કેરિયોક્સ (બ્રહ્મભટ્ટની કંપની) ના ગ્રાહકોના ઇમેઇલ સરનામાંમાં અનિયમિતતા નોંધી. તપાસમાં બહાર આવ્યું કે આ ઇમેઇલ્સ વાસ્તવિક ટેલિકોમ કંપનીઓની નકલ કરવા માટે બનાવેલા નકલી ડોમેન માંથી આવ્યા હતા.
જ્યારે ધિરાણકર્તાઓએ બ્રહ્મભટ્ટનો સામનો કર્યો, ત્યારે તેમણે શરૂઆતમાં ચિંતાઓને ફગાવી દીધી અને બાદમાં કોલનો જવાબ આપવાનું બંધ કરી દીધું. વધુમાં, જ્યારે HPS ના પ્રતિનિધિઓ જુલાઈમાં તેમની ઓફિસોની મુલાકાતે ગયા, ત્યારે તેમણે ઓફિસોને તાળા મારેલી જોઈ. બહાર બે BMW, એક પોર્શ, એક ટેસ્લા અને એક ઓડી સહિતના લક્ઝરી વાહનો પાર્ક કરેલા હતા અને એક ડિલિવર ન કરાયેલું પેકેજ ધૂળ ખાઈ રહ્યું હતું.
નાદારી અને ઓફશોર ટ્રાન્સફરઓગસ્ટ મહિનામાં, બ્રહ્મભટ્ટની ટેલિકોમ કંપનીઓ તેમજ તેમની ફાઇનાન્સિંગ કંપનીઓએ નાદારી માટે અરજી કરી. તે જ દિવસે બ્રહ્મભટ્ટે પોતે પણ નાદારી માટે અરજી કરી દીધી.
ધિરાણકર્તાઓ હવે આરોપ લગાવી રહ્યા છે કે બ્રહ્મભટ્ટે લોન કોલેટરલ તરીકે ગીરવે મૂકેલી સંપત્તિઓ ભારત અને મોરેશિયસમાં ઓફશોર ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી છે. HPS એ ગ્રાહકોને જણાવ્યું છે કે તેમનું માનવું છે કે બ્રહ્મભટ્ટ હાલમાં ભારતમાં છે.
જોકે, બ્રહ્મભટ્ટે તેમના વકીલ દ્વારા તમામ છેતરપિંડીના આરોપોને નકારી કાઢ્યા છે. આ કાયદાકીય જંગ કયા વળાંક લે છે તે જોવાનું રહ્યું. જોકે, અડધા અબજ ડોલરનો આ કેસ યુએસના કોર્પોરેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?