" હું રાહુલ... પિંકી સાથે લગ્ન કરવાનો છું..તમારે વાંધો હોય તો 7 દિવસમાં રજૂ કરો...."
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ જાહેરાતે લોકોમાં ચર્ચા જગાવી

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ જાહેરાતે લોકોમાં ચર્ચા જગાવી

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ જાહેરાતે લોકોમાં ચર્ચા જગાવી
ક્યારેક એવું બને છે કે પ્રેમી પંખીડા એકબીજાને પસંદ કરતા હોય છતાં પણ પરિવાર અને સમાજના ડરથી લગ્ન કરી શકતા નથી. કેટલાક પ્રેમી યુગલો તો હતાશ અને નિરાશ થઇને આત્મહત્યા જેવું અંતિમ પગલું પણ ભરી લે છે તો ક્યાંક એવા સમાચાર પણ મળે છે કે પરિવારે જ તેમના સંતાનોની હત્યા કરી દીધી હોય જેને સામાન્ય રીતે ઓનર્સ કિલીંગ તરીકે ઓળખાય છે.
જો કે હવે સમાચારો એવા પણ આવી રહ્યા છે કે લગ્ન કરનાર પાત્રને કોઇ બીજા સાથે પ્રેમ સંબંધ હોય તો પણ ખતરો બની રહે છે. જેમકે ઇન્દોરનો એક કિસ્સો અત્યારે અખબારો અને મીડિયામાં ચગી રહ્યો છે અને તે છે રાજા રઘુવંશી હત્યા કેસ...રાજા રઘુવંશીને તેની પત્ની સોનમે હનમુન પર મેઘાલય લઇ જઇ પોતાના પ્રેમી રાજાની મદદથી ભાડૂતી હત્યારાઓ બોલાવીને રાજા રઘુવંશીની જ હત્યા કરી દીધી હતી. તો ભુતકાળમાં આવા અનેક બનાવોએ ચર્ચા જગાવી હતી જેમાં લિવ ઇનમાં રહેનારા પ્રેમીએ પોતાની પ્રેમીકાની હત્યા કરી દીધી હોય અને તેની લાશના ટુકડા કરી ફ્રિજમાં રાખી દીધા હોય.
આ પણ વાંચો--- એવી એ ભુલ..જેના કારણે સોનમ જ કાતિલ હોવાની શંકા પોલીસને ગઇ
પણ હવે ઇન્દોરના જ એક કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે. આ કિસ્સામાં યુવકે પોતાની સગાઇ થઇ ગઇ છે અને તેની ભાવી પત્ની સાથે તેને લગ્ન કરવા હોવાથી તેણે અખબારમાં જાહેરાત આપી છે અને આ જાહેરાતમાં તેણે પોતાના લગ્નથી કોઇ વાંધો હોય તો 7 દિવસમાં લેખીતમાં રજૂ કરવાનો છું તેમ જણાવ્યું છે.
આ જાહેરતમાં યુવકે લખ્યું છે કે હું રાહુલ લક્ષ્મીચંદ રાજવાની (રહે, અશોક નગર ઇન્દોર ) તથા પિંકી કિશનચંદ ઠાકુર (રહે, ઇન્દોર ) સુચિત કરીએ છીએ કે અમારી સગાઇ થઇ ગઇ છે અને અમે એક બીજા સાથે અમે લગ્ન કરવા જઇ રહ્યા છે તેમાં કોઇ વ્યક્તિને કોઇ વાંધો હોય તો કૃપા કરીને 7 દિવસમાં લેખીતમાં સૂચિત કરો...
આ જાહેરાતે લોકોમાં ભારે ચર્ચા સાથે રમૂજ પણ જગાવી છે . રાહુલનો ઇરાદો લગ્ન પહેલા સાફ છે કે ભાઇ અમારા લગ્નથી કોઇને વાંધો હોય તો લેખીતમાં જણાવી દો ..લગ્ન થઇ ગયા પછી કોઇનો વાંધો સ્વીકારાશે નહીં.
આ પણ વાંચો--- સોનમ બોલી..આને મારી નાખો..અને પછી થયો ખૂની ખેલ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.