વડાપ્રધાન મોદીના 11 વર્ષમાં નારી શક્તિની નોંધપાત્ર સફળતા, X પર કરી પોસ્ટ
PM મોદીના 11 વર્ષની કામગીરી દરમિયાન નારી શક્તિએ નોંધપાત્ર સફળતા મેળવી છે, જે 51 સેકન્ડના વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સમયગાળા દરમિયાન મહિલાઓના અપલિફ્ટ માટે અનેક જન કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી, જેના કારણે લાખો મહિલાઓના જીવનમાં પોઝિટિવ પરિવર્તન આવ્યું છે. આ યોજનાઓ મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કરી, તેમને આત્મનિર્ભર બનાવવામાં સહાયરૂપ બની છે.
મહિલાઓની સિદ્ધિઓ અને વિકાસને ઉજવવા માટે PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (પૂર્વે ટ્વીટર) પર 51 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં PM મોદીએ જણાવ્યું કે, "છેલ્લા 11 વર્ષમાં આપણી નારી શક્તિની સફળતા દેશ માટે ગર્વની બાબત છે."
વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઉજ્જવલા યોજના હેઠળ લાખો મહિલાઓને મફત LPG કનેકશન મળ્યા છે, જેના કારણે તેમના જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે. તે ઉપરાંત 'બેટી બચાઓ બેટી પઢાઓ' અભિયાને છોકરીઓના શિક્ષણ અને લિંગ સમાનતા માટે નવો માર્ગ ખોલ્યો છે. આ તમામ પહેલો મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.