ઝઘડા બાદ પત્નીને ટ્રેન નીચે ધકેલી દીધી
ઘરકંકાસમાં પત્નીને લોકલ ટ્રેન નીચે ફેંકી હત્યા કરનાર પતિની સુરતથી ધરપકડ કરવામાં આવી

ઝઘડા બાદ પત્નીને ટ્રેન નીચે ધકેલી દીધી

ઝઘડા બાદ પત્નીને ટ્રેન નીચે ધકેલી દીધી
મુંબઈના મુલુંડ રેલવે સ્ટેશન પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ૪૨ વર્ષીય પતિએ નજીવા ઝઘડામાં પોતાની પત્નીને આવતી લોકલ ટ્રેન સામે ધક્કો મારીને રહેંસી નાખી છે. આ જઘન્ય અપરાધ આચર્યા બાદ આરોપી મુંબઈથી ટ્રેન પકડીને ગુજરાત ભાગી આવ્યો હતો, પરંતુ રેલવે પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ તેને સુરતથી દબોચી લીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
આરોપી રાજકુમાર ગુપ્તા વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન છે અને તેની પત્ની પુષ્પા (36) સાથે અવારનવાર ઘરગથ્થુ બાબતોમાં ઝઘડા થતા હતા. 14 માર્ચના રોજ પણ દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પુષ્પાનો ભાઈ કમલેશ કુમાર, જે સેનામાં ફરજ બજાવે છે, તે પોતાની બહેન અને તેના 15 વર્ષના ભાણેજને ઉત્તર પ્રદેશ લઈ જવા માટે મુંબઈ આવ્યો હતો.
ઝઘડા બાદ જ્યારે કમલેશ અને તેનો ભાણેજ ઘરે આઈડી કાર્ડ લેવા ગયા, ત્યારે ગુસ્સે ભરાયેલા રાજકુમારે તેમને રૂમમાં પૂરી દીધા હતા અને પોતે મુલુંડ સ્ટેશન પહોંચ્યો હતો.
ત્યાં પ્લેટફોર્મ નંબર 1 પર ઉભેલી પુષ્પાને જેવી ટ્રેન નજીક આવી કે તરત જ તેણે પાટા પર ધકેલી દીધી હતી. મુસાફરોની નજર સામે જ પુષ્પાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસની ફિલ્મી ઢબે તપાસ
હત્યા કર્યા બાદ રાજકુમાર તરત જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પહેલા થાણે, પછી સીએસએમટી અને દાદરની ટ્રેનો બદલી હતી. અંતે તે વિરારથી ગુજરાત તરફ જતી ટ્રેનમાં બેસી ગયો હતો.
જોકે, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી કુરલા જીઆરપીએ આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. રેલવે પોલીસની ટીમે સુરત પહોંચીને ટ્રેનમાંથી જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
આરોપી રાજકુમારે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103 હેઠળ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ ગઈ છે, જે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવો સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ