કોણ છે દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો કરનાર?
રાજકોટના રાજેશ ખીમજી સાકરિયાની ધરપકડ કરી હુમલા અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી
દિલ્હીમાં કૂતરાં પકડવા મામલે સરકારે કરેલાં આદેશ સામે રાજેશ નારાજ હતોઃ પરિવારજનો
દિલ્હીમાં કૂતરાં પકડવા મામલે સરકારે કરેલાં આદેશ સામે રાજેશ નારાજ હતોઃ પરિવારજનો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના નિવાસ સ્થાને યોજેલાં લોક દરબારમાં એક યુવકે હુમલો કર્યો હતો. આ હુમલો કરનાર યુવક રાજકોટનો હોવાનો ખુલાસો થયો છે. તેનું નામ રાજેશ ખીમજી સાકરિયા હોવાનું અને તે કોઠારીયા વિસ્તારમાં ગોકુલ પાર્ક શેરીમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તે પશુ પ્રેમી હોવાથી દિલ્હીમાં રખડતાં કૂતરા પકડવા મુદ્દે તે નારાજ હતો. રવિવારે ઉજ્જૈન જવાનું કહીને તે દિલ્હી પહોંચી ગયો હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર રાજેશ સાકરીયાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રેખા ગુપ્તા જન સુનાવણી કરી રહ્યા હતા તે દરમિયાન હુમલો કરતાં દિલ્હી પોલીસે રાજેશ ખીમજીની ધરપકડ કરી છે. હુમલા બાદ મુખ્યમંત્રીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. રેખા ગુપ્તાને સામાન્ય ઈજા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
નજરે જોનાર લોકોએ જણાવ્યું હતું કે, રાજેશના હાથમાં કોર્ટ સંબધિત કેટલાક કાગળો હતા. તે કાગળો મુખ્યમંત્રી રેખા ગુપ્તાના હાથમાં મૂક્યા બાદ અચાનક તેમના વાળ પકડીને ખેંચી લીધા હતા. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, તેણે મુખ્યમંત્રીને થપ્પડ મારી હતી. તે બૂમો પાડી રહ્યો હતો અને અપશબ્દો બોલી રહ્યો હતો. તેને પકડી લેવામાં આવ્યા બાદ સતત બૂમો પાડી રહ્યો હતો.
કોણ છે રાજેશ સાકરિયા?
હુમલો કરનાર યુવકનું આખુ નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આાવેલા ગોકુલ પાર્ક શેરી નંબર-2માં રહે છે. તે રિક્ષા ચલાવે છે. રાજેશ સાકરિયાનો ભાઈ ભરત અને પિતા પણ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશ સાકરિયાના પત્નીનું નામ ઉષાબેન છે.
દિલ્હીમાં રખડતાં કૂતરાં પકડવા અંગે ગુસ્સે હતોઃ ભાનુબેન
રાજેશની માતા ભાનુબેને જણાવ્યું કે, તે રવિવારે ઉજ્જૈન જવાનું કહી નીકળ્યો હતો. તે પશુપ્રેમી છે. તેને કૂતરા, ગાય, પક્ષીઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. દિલ્હીમાં કૂતરાના સમાચાર સાંભળી દિલ્હી પહોંચ્યો હતો. તેની માનિસક હાલત ઠીક નથી. ઘરના લોકો સાથે પણ અવાર નવાર મારામારી કરતો રહે છે. તે ઉજ્જૈન જવાનું કહીને ગયો હતો. તેના પપ્પાએ ગઈ કાલે ફોન કર્યો ત્યારે તે દિલ્હી ગયો હોવાનું જણાવી ફોન કાપી નાખ્યો હતો. તે પરણેલો છે અને તેને એક દીકરો પણ છે.
તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં કૂતરા પકડાઈ રહ્યા છે. તેથી તે તે ગુસ્સે થતો હતો. દિલ્હીમાં શેરીના રખડતા કૂતરા અંગે સમાચાર જોઈ ઘરમાં સેટીમાં બેઠો હતો ત્યારે હાથ પછાડતો હતો. તે પશુ-પક્ષીની સેવાનું કામ કરે છે. ઘરમાં રોટલા પડ્યા હોય તો કૂતરા માટે લઈ જાય. તે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો નથી.
રાજકોટની આજી ડેમ પોલીસે પૂછપરછ શરૂ કરી
દિલ્હીમાં CM પર હુમલા બાદ રાજેશનાં રાજકોટ સ્થિત નિવાસ સ્થાને આજી ડેમ પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા રાજેશ સાકરિયાના ગુનાહિત ઈતિહાસની તપાસ કરવામાં આવી રહી છે. રાજેશ કેટલા સમયથી બહાર રહે છે તે બાબતે પણ તપાસ શરૂ કરી છે. રાજેશના પાડોશમાં રહેતાં લોકોની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. તેના પાડોશી રાજેશ પટેલે જણાવ્યું કે, તે પશુપ્રેમી માણસ છે. તે બીજી કોઈ માથાકૂટ કરતો નથી. પશુપ્રેમના કારણે આવું કર્યુ હોઈ શકે. તે રોજ કૂતરાને દૂધ અને રોટલા ખવડાવે છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.