ઉત્તરાખંડમાં 3 સ્થળો એ વાદળ ફાટવાની ઘટના
દેશના ઉત્તર અને મધ્ય ભાગમાં ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી
ચમોલી, રુદ્રપ્રયા અને ટીહરીમાં વાદળ ફાટ્યું
ચમોલી, રુદ્રપ્રયા અને ટીહરીમાં વાદળ ફાટ્યું
ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓએ મોટી તબાહી મચાવી છે, જેના કારણે અનેક લોકોના જીવન અને સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. ચોમાસાની આ આફતથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ઉત્તરાખંડ અને પંજાબનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના ચમોલી, રુદ્રપ્રયાગ અને ટિહરી ગઢવાલ જિલ્લામાં ગુરુવાર રાતથી વાદળ ફાટવાની ઘટનાઓ બની છે.
ચમોલીના મોપાટા ગામમાં 2 લોકો ગુમ થયા છે અને અનેક પરિવારો કાટમાળ નીચે ફસાયા છે. રુદ્રપ્રયાગના બસુકેદાર વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જ્યાં 12-20 પશુઓ દટાઈ ગયા છે. અલકનંદા અને મંદાકિની નદીઓમાં જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યો છે, જેના કારણે રુદ્રપ્રયાગમાં આવેલું ઐતિહાસિક હનુમાન મંદિરનો પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
ટીહરી ગઢવાલમાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ ઘર અને જાહેર મિલકતોને નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. NDRF, SDRF અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બચાવવામાં લાગી છે. અસરગ્રસ્ત પરિવારો માટે અસ્થાયી રાહત શિબિરો પણ ઊભી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે, જે ચિંતાનો વિષય છે. ચોમાસાનો કહેર સમગ્ર પ્રદેશમાં જોવા મળી રહ્યો છે.
પંજાબમાં, સતત 3 દિવસથી થઈ રહેલા વરસાદે પૂરની સ્થિતિ સર્જી છે. પઠાણકોટ, ગુરદાસપુર, તરનતારણ, હોશિયારપુર, કપૂરથલા, ફિરોઝપુર અને ફાઝિલ્કા જિલ્લાના 350થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. રાજ્ય સરકારે 30 ઓગસ્ટ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ભારતીય વાયુસેના અને સેનાએ ચિનૂક હેલિકોપ્ટર અને અન્ય વાહનોની મદદથી 6,00થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.
જેમાં ગુરદાસપુરના ડેરા બાબા નાનકથી 38 સૈનિકો અને 10 BSF જવાનોનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવી છે અને લોકોને ખોરાક અને પાણી જેવી આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે. પંજાબમાં ચોમાસાનો કહેર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભારે નુકસાન કરી રહ્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.