ટ્રેનની યાત્રા થશે મોંઘી, 1 જુલાઈથી નોન-એસી અને એસી ટ્રેનોના ભાડામાં થશે વધારો
1 જુલાઈથી નોન-એસી અને એસી ટ્રેનોના ભાડામાં વધારો થશે, જ્યારે શહેરી ટ્રેનો અને માસિક ટિકિટના દર યથાવત રહેશે. ટિકિટ બુકિંગ સિસ્ટમ પણ નવી થશે.

ટ્રેનની મુસાફરી

ટ્રેનની મુસાફરી
ભારતીય રેલવે 1 જુલાઈ 2025થી મુસાફરીના ભાડામાં વધારો કરવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર, નોન-એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવામાં આવશે, જ્યારે એસી કલાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે. આ નવા દરો 1 જુલાઈથી અમલમાં આવશે અને જે મુસાફરો આ તારીખ પછી ટિકિટ બુક કરશે તેમને નવા ભાડા અનુસાર રકમ ચૂકવવી પડશે.
અત્યાર સુધી રેલવેએ 2020 પછી પેસેન્જર ભાડામાં કોઈ વધારો કર્યો ન હતો. નોન-એસી સેકન્ડ ક્લાસ મુસાફરો માટે 500 કિલોમીટરની અંદર કોઈ ભાડા વધારો લાગુ થશે નહિ. જો મુસાફરી 500 કિમીથી વધુની હશે તો ભાડામાં અડધા પૈસાનો વધારો લાગુ થશે. એસી કલાસના મુસાફરો માટે દરેક કિમી દીઠ 2 પૈસાના વધારાની જાહેરાત થઈ છે. આ વધારો તમામ લાંબી દૂરીના મુસાફરો માટે લાગુ પડશે.
શહેરી ટ્રેનો અને માસિક ટિકિટના દર યથાવત
દૈનિક પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. શહેરી ટ્રેનોના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, મેટ્રોપોલિટન એરિયા જેવી લોકલ ટ્રેનો યથાવત દરે ચાલુ રહેશે. આ ઉપરાંત, માસિક સિઝન ટિકિટના ભાડામાં પણ કોઈ વધારો થયો નથી.
ટિકિટ બુકિંગ માટે નવી સિસ્ટમ
રેલવે દ્વારા ટિકિટ બુકિંગના નિયમોમાં પણ સુધારા લાવવામાં આવ્યો છે. અત્યારસુધી મુસાફરી શરૂ થવાથી 4 કલાક પહેલા ફાઈનલ ચાર્ટ તૈયાર કરવામાં આવતું હતું. પણ હવે નવી સિસ્ટમ હેઠળ મુસાફરીના 24 કલાક પહેલાં ટિકિટ કન્ફર્મેશન માટેનું ચાર્ટ જાહેર કરવામાં આવશે.
આ નવી સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ રાજસ્થાનના બિકાનેર વિભાગમાં 6 જૂનથી શરૂ થયો છે. શરૂઆતમાં આ વ્યવસ્થા ટ્રાયલ આધારિત રહેશે અને પછી સમગ્ર દેશમાં અમલમાં લાવવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.