પટણા-ગયા હાઈવે પર અકસ્માત: 5 વેપારીઓના મોત
બિહારના પટણા-ગયા-ડોભી ફોર લેન હાઈવે પર થયેલા એક અકસ્માતમાં 5 વેપારીઓના મોત થયા
પટણા-ગયા હાઈવે પર અકસ્માત
પટણા-ગયા હાઈવે પર અકસ્માત
બિહારના પટણા-ગયા-ડોભી ફોર લેન હાઈવે પર બુધવારે મોડી રાત્રે લગભગ 12:45 વાગ્યે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પટણાના પરસા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સુઈયા વળાંક પાસે એક ઝડપભેર આવી રહેલી ગ્રાન્ડ વિટારા કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળના ભાગે ઘૂસી ગઈ.
5 વેપારીઓના ઘટનાસ્થળે જ મોત
ટક્કર એટલી જોરદાર હતી કે, કારના કુરચા બોલી ગયા અને તેમાં સવાર 5 વેપારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોની ઓળખ રાજેશ કુમાર (કુર્જી), સંજય કુમાર સિંહા (પટેલનગર), કમલ કિશોર, પ્રકાશ ચૌરસિયા અને સુનીલ કુમાર તરીકે થઈ છે. આ તમામ જંતુનાશકો અને કૃષિ ઉત્પાદનના વેપારીઓ હતા અને કદાચ કોઈ કામ પતાવીને પરત ફરી રહ્યા હતા.
ગ્રાન્ડ વિટારા કાર ટ્રકના પાછળના ભાગમાં ફસાઈ
આ ભયાનક અકસ્માતનો અવાજ એટલો જોરદાર હતો કે, આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતનું દૃશ્ય એટલું ભયાનક હતું કે, જોઈને કોઈ પણના રૂંવાડા ઊભા થઈ જાય. ગ્રાન્ડ વિટારા કાર ટ્રકના પાછળના ભાગમાં ફસાઈ ગઈ હતી અને મૃતદેહો અંદર ફસાયેલા હતા.
કારના ભાગો કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા
અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કટર અને ક્રેઈનની મદદ લેવી પડી હતી. પોલીસે ભારે જહેમત બાદ કારના ભાગો કાપીને પાંચેય વેપારીઓના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતદેહો એટલી વિકૃત હાલતમાં હતા કે, તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે કારની સ્પીડ ખૂબ જ વધારે હતી. આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઈવે પર સુરક્ષાના મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરવા મજબૂર કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?