બાડમેરમાં ટ્રેલરની ટક્કરમાં કાર સળગી, 4ના મોત
બાડમેરમાં વહેલી સવારે ટ્રેલર અને સ્કોર્પિયો વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ, 4 યુવકો જીવતા સળગ્યા

ટ્રેલરની ટક્કરમાં કાર સળગી

ટ્રેલરની ટક્કરમાં કાર સળગી
રાજસ્થાનના બાડમેરમાં અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે સિણધરી-ગુડામાલાણી હાઈવે પર ટ્રેલર અને સ્કોર્પિયો કાર વચ્ચે આમને-સામને ભયાનક ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, સ્કોર્પિયો કારમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં 4 યુવકો કારની અંદર જ જીવતા સળગી ગયા અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો, જે હાલમાં સારવાર હેઠળ છે. મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.
કારની ટક્કર ટ્રેલર સાથે થઈ
મળતી માહિતી મુજબ, ગુડામાલાણીના ડાભડ ગામના 5 મિત્રો સ્કોર્પિયોમાં સવાર થઈને સિણધરીથી રાત્રે ભોજન કર્યા બાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કારની ટક્કર સામેથી આવી રહેલા એક ટ્રેલર સાથે થઈ હતી. ટક્કર થતાંની સાથે જ સ્કોર્પિયોમાં તુરંત આગ લાગી ગઈ. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે, કારના દરવાજા જામ થઈ ગયા હતા, જેના કારણે અંદર ફસાયેલા 4 યુવકો બહાર નીકળી શક્યા નહિ.
આ પણ વાંચો: સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગથી સ્ટોક ખાખ
સ્કોર્પિયોના ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
દરવાજા ન ખુલી શકવાના કારણે તેઓ કારની અંદર જ જીવતા સળગી ગયા અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. જોકે, ટ્રેલર ચાલકે માનવતા દાખવીને અને પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્કોર્પિયોના ચાલકને બહાર ખેંચી કાઢ્યો હતો અને તેને બચાવવામાં સફળ રહ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ યુવકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોના પરિવારો માટે આ એક મોટો આઘાત છે.
પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ
આ દુર્ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર સુશીલ કુમાર યાદવ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ભયાનક બાડમેર અકસ્માતમાં ચારેય મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની છે. પોલીસે જણાવ્યું છે કે, મૃતકોની ઓળખ માત્ર DNA તપાસ દ્વારા જ થઈ શકશે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના પ્રશ્નો ઊભા કર્યા છે અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...