શ્વાનનો ત્રાસ અસહ્ય : 10 માસમાં 10,021 શહેરીજનો ડૉગ બાઈટનો શિકાર
રખડતા કુતરાનો આંતક વધ્યો છતા મનપાના આંખ આડા કાન

કુતરાનો આંતક

કુતરાનો આંતક
ભાવનગર શહેરમાં કુતરાની વસતી દિવસે દિવસે વધી રહી છે, જેના પગલે કુતરા કરડવાના બનાવ પણ વધી રહ્યા છે તેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરમાં છેલ્લા ૧૦ માસમાં ૧૦ હજારથી વધુ લોકોને કુતરા કરડયા હોવાનુ જાણવા મળેલ છે. રખડતા કુતરાનો આંતક વધ્યો છતા મનપાનુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે. રાત્રીના રોડ પર કુતરાના ઝુંડ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાતો હોય છે. કુતરા વાહનો પાછળ દોડતા અકસ્માત થતા હોય છે ત્યારે મહાપાલિકાના જવાબદાર વિભાગે યોગ્ય પગલા લેવા જકૂરી છે.
મનપાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. શહેરના કરચલીયા પરા, કુંભારવાડા, સાંઢીયાવાડ, ચિત્રા, વડવા, કાળીયાબીડ, વાઘાવાડી રોડ, સુભાષનગર, આનંદનગર, ભરતનગર સહિતના વિસ્તારમાં રખડતા કુતરાનો આંતક વધ્યો છે છતા મનપા દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવતા નથી તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ શહેરના મુખ્ય રોડ અને શેરીઓમાં કુતરાના ઝુંડ જોવા મળતા હોય છે. રાત્રીના સમયે શહેરના મુખ્ય રોડ પર કુતરાઓ ત્રાસ ફેલાવતા હોય છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓ મુંઝવણમાં મુકાય જતા હોય છે. રખડતા કુતરાનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે છતા મનપાને આ સમસ્યા હલ કરવામાં કોઈ રસ ના હોય તેમ જણાય રહ્યુ છે. કુતરા કરડવાનો આ આંકડો માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રોનો છે, જયારે શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પણ ઘણા કેસ આવી રહ્યા છે તે કેસના સત્તાવાર આંકડા જાણવા મળ્યા નથી પરંતુ આ આંકડા પણ મોટો હોવાનુ ચર્ચાય રહ્યુ છે.
શહેરમાં દરરોજ આશરે ૩૩થી વધુ વ્યકિતઓને કુતરા કરડતા હોવાથી ચર્ચા છે ત્યારે મનપાનાએ આ બાબતે લાલ આંખ કરવી જકૂરી છે. હડકાયા કુતરા કરડવાથી કેટલાક લોકોના મોત પણ નિપજતા હોય છે ત્યારે આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. રખડતા કુતરાના ત્રાસના કારણે કેટલાક વિસ્તારમાં લોકો જવાનુ પણ ટાળતા હોય છે. મનપાના અધિકારી અને પદાધિકારીઓએ માત્ર ઓફીસમાં બેસવાના બદલે લોકોની સમસ્યા જાણવા બહાર નિકળવુ જકૂરી છે. રખડતા કુતરાના ત્રાસથી લોકોમાં ભયનો માહોલ છે છતા મનપાના અધિકારીઓના પેટનુ પાણી હલતુ નથી, જે ગંભીર બાબત છે. આ બાબતે કયારે યોગ્ય પગલા લેવાશે ? તેની રાહ જોવી જ રહી.
શેરી-મહોલ્લામાં વાહનો પાછળ દોડતા શ્વાનના કારણે નાના-મોટા વાહન અકસ્માતના રોજિંદા બન્યા : રખડતા કુતરાનો ત્રાસ ઘટે તે માટે મહાપાલિકાએ યોગ્ય પગલા લેવા જરૂરી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ