લાલ કિલ્લો કેમ પડી રહ્યો છે કાળો?
દિલ્લીની ઝેરી હવાના લીધે ઐતિહાસિક ઈમારતને નુકશાન થઈ રહ્યું છે
લાલ કિલ્લો
લાલ કિલ્લો
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન ધરાવતો દિલ્હીનો પ્રખ્યાત લાલ કિલ્લો હવે પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે. એક નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, દિલ્હીની ઝેરી હવા અને પ્રદૂષણને કારણે લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે.
વાયુ પ્રદૂષણથી ઐતિહાસિક સ્મારકને નુકસાન
15 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, વાયુ પ્રદૂષણના કારણે આ ઐતિહાસિક સ્મારકને ગંભીર નુકસાન થઈ રહ્યું છે, જેનાથી તેની લાલ દિવાલો પર કાળા પોપડા જામી રહ્યા છે. આ અભ્યાસ ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ઈટાલીના વિદેશ મંત્રાલયના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.
વર્લ્ડ હેરિટેજ પ્લેસની ઓળખ
લાલ કિલ્લો જેનું નિર્માણ 1639માં મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું અને 1648માં પૂર્ણ થયું હતું, તે તેના લાલ વિંધ્ય રેતીના પથ્થરથી ઓળખાય છે. આ પથ્થર તેની 20-23 મીટર ઊંચી અને 14 મીટર જાડી દિવાલોનો આધાર છે. 2007માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રદૂષણ સતત વધી રહ્યું
પરંતુ આજે તેની સુંદરતા અને અખંડિતતા જોખમમાં છે. આ પોપડા ટ્રાફિકવાળા વિસ્તારોમાં 0.5 મીમી જેટલા જાડા છે, જે કિલ્લાની સપાટીને નબળી પાડી રહ્યા છે. 2018માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા 2 મીટર જાડો કાળો થર દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રદૂષણ સતત આ સમસ્યામાં વધારો કરી રહ્યું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, પ્રદૂષણની સાંસ્કૃતિક વારસા પર થતી અસરનો આ પહેલો વૈજ્ઞાનિક અભ્યાસ છે. IIT રૂરકી, IIT કાનપુર, ફોસ્કરી યુનિવર્સિટી (વેનિસ) અને ASIના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આ અહેવાલ તૈયાર કર્યો હતો.
આ પણ વાંચો: Delhi : લાલ કિલ્લો અમારો! મુઘલ વંશજોના દાવા પર સુપ્રીમ કોર્ટનો ચાબૂક
લાલ કિલ્લાની દિવાલોન બની રહી કાળી
સંશોધકોએ લાલ કિલ્લાના વિવિધ ભાગોમાંથી લાલ રેતીના પથ્થર અને કાળા પોપડાના નમૂના લીધા અને પ્રયોગશાળામાં તેનું પરીક્ષણ કર્યું. તેમાં જાણવા મળ્યું કે, કાળા પોપડામાં ટાઈટેનિયમ, નિકલ, તાંબુ, જસત અને સીસું જેવી ભારે ધાતુઓનું સ્તર ખૂબ જ ઊંચું છે. આ ધાતુઓ બાંધકામ પ્રવૃત્તિઓ, રસ્તાની ધૂળ અને ફેક્ટરીઓના ધુમાડામાંથી આવે છે, જે લાલ કિલ્લાની દિવાલોને કાળી બનાવી રહી છે.
PM અને NO2નું સ્તર 2.5 ગણું વધ્યું
લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે તે એક મોટો પડકાર છે, કારણ કે દિલ્હી વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંનું એક છે. શિયાળામાં PM સ્તર 10 ગણું વધી જાય છે. અભ્યાસમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે 2021-2023 દરમિયાન PM અને NO2નું સ્તર રાષ્ટ્રીય ધોરણો કરતાં 2.5 ગણું વધુ હતું, જે આ કાળા પોપડાનું મુખ્ય કારણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?