જો ધર્મ બદલ્યો તો અનામત ખાતરામાં : SCનો ચુકાદો
અનુસૂચિત જાતિના લાભો માટે ધર્મની મર્યાદા નક્કી; જાણો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ

ઈસાઈ કે મુસ્લિમ બનનારને નહીં મળે અનામત: SC

ઈસાઈ કે મુસ્લિમ બનનારને નહીં મળે અનામત: SC
સુપ્રીમ કોર્ટે આજે (મંગળવાર, 24 માર્ચ) એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ, બૌદ્ધ કે શીખ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ સ્વીકારે છે અને તેનું સક્રિય પાલન કરે છે, તો તે અનુસૂચિત જાતિ (SC) સમુદાયનો સભ્ય ગણાશે નહીં. આ સાથે જ કોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના જૂના આદેશને માન્ય રાખ્યો છે.
શું છે સુપ્રીમ કોર્ટનો આદેશ?
જસ્ટિસની ખંડપીઠે જણાવ્યું કે 'Constitution (Scheduled Caste) Order, 1950' ના ખંડ 3માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ આદેશમાં નિર્દિષ્ટ ન હોય તેવા કોઈ પણ ધર્મમાં ધર્માંતરણ કરવાથી વ્યક્તિનો SC દરજ્જો તરત જ સમાપ્ત થઈ જાય છે.
ભલે તે વ્યક્તિનો જન્મ અનુસૂચિત જાતિમાં થયો હોય, પરંતુ ધર્મ પરિવર્તન બાદ તે અનામત, સંરક્ષણ કે અન્ય કોઈ વૈધાનિક લાભોનો દાવો કરી શકશે નહીં.
આ મામલો એક એવા વ્યક્તિ સાથે જોડાયેલો હતો જેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને પાદરી તરીકે સેવા આપતો હતો. તેમ છતાં, તેણે પોતાની પર હુમલો કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો હતો.
હુમલો કરનાર આરોપીઓએ આને કોર્ટમાં પડકાર્યો હતો કે જ્યારે વ્યક્તિ ખ્રિસ્તી બની ગયો છે, ત્યારે તે SC/ST એક્ટ હેઠળ રક્ષણ મેળવી શકે નહીં. સુપ્રીમ કોર્ટે આરોપીઓની દલીલ ગ્રાહ્ય રાખી અને પાદરીના દાવાને ફગાવી દીધો.
મુખ્ય અસરો:
ધર્મની મર્યાદા: માત્ર હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ જ SC અનામત મેળવી શકે છે.
તત્કાલ રદબાતલ: ધર્મ પરિવર્તન પછી કોઈ પણ અપવાદ વગર SC દરજ્જો સમાપ્ત થાય છે.
લાભો પર રોક: સંસદ કે રાજ્ય વિધાનમંડળના કાયદા હેઠળ મળતા વિશેષ અધિકારો અને રક્ષણ ધર્માંતરણ બાદ છીનવાઈ જશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ