ભારતમાં તેલની અછત નથી, અફવાઓથી બચો: કેન્દ્ર સરકાર
અમેરિકા, નોર્વે અને કેનેડાથી તેલની આયાત વધી; ઈંધણ બાબતે ભારત સુરક્ષિત

ભારતમાં તેલની અછત નથી: કેન્દ્ર સરકાર

ભારતમાં તેલની અછત નથી: કેન્દ્ર સરકાર
પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઉર્જા સંકટની આશંકાઓ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશને મોટી રાહત આપી છે.
ગુરુવારે સંસદમાં નિવેદન આપતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને કોઈએ પણ ગભરાવાની કે અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી.
હોર્મુઝ પર નિર્ભરતા ઘટી, વિકલ્પો વધ્યા
મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત કૂટનીતિને કારણે ભારતે તેના તેલ સપ્લાયના સ્ત્રોતોમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉ ભારતનું 45 ટકા ક્રૂડ ઓઈલ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માર્ગે આવતું હતું, પરંતુ હવે નોન-હોર્મુઝ સ્ત્રોતોમાંથી આયાત વધારીને 70 ટકા કરી દેવામાં આવી છે. ભારત હવે અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જેરિયા અને રશિયા જેવા દેશો પાસેથી પણ મોટા પાયે તેલ ખરીદી રહ્યું છે.
રસોડાનો ગેસ અને પાવર સપ્લાય સુરક્ષિત
હરદીપ સિંહ પુરીએ સૌથી મોટી રાહત આપતા જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસમાં LPG (રાંધણ ગેસ) ના ઉત્પાદનમાં 28 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમણે ખાતરી આપી હતી કે દેશના 33 કરોડ પરિવારોના રસોડામાં ગેસની કોઈ અછત નહીં સર્જાય.
ખાસ કરીને ગરીબ અને વંચિત પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, પાવર જનરેશન માટે પણ ગેસનો સપ્લાય સુરક્ષિત છે, જેથી ઉદ્યોગો અને ઘરોમાં વીજળીની કોઈ સમસ્યા નહીં થાય.
રિફાઇનરીઓ ફૂલ કેપેસિટી પર કાર્યરત
દેશની તેલ રિફાઇનરીઓ હાલમાં તેમની 100 ટકા ક્ષમતા પર કામ કરી રહી છે જેથી સ્થાનિક જરૂરિયાતોને સમયસર પૂરી કરી શકાય. LNG જહાજો પણ વૈકલ્પિક માર્ગો દ્વારા લગભગ દરરોજ ભારત પહોંચી રહ્યા છે.
મંત્રીએ લોકોને વિનંતી કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી ઈંધણની અછતની ખોટી અફવાઓથી દૂર રહે અને દેશની ઉર્જા સુરક્ષા પર વિશ્વાસ રાખે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ