શાસ્ત્રીય સંગીતના સૂર શાંત,છન્નુલાલ મિશ્રાનું નિધન
ખયાલ અને ઠુમરીના મહાન ગાયકનું 91 વર્ષની ઉંમરે નિધન, વારાણસીમાં અંતિમ સંસ્કાર

પંડિત છન્નુલાલ મિશ્રાનું નિધન

પંડિત છન્નુલાલ મિશ્રાનું નિધન
ભારતીય શાસ્ત્રીય સંગીત જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. 'ખયાલ' અને 'પૂર્વીય ઠુમરી' શૈલીના પ્રખર ગાયક અને પદ્મ વિભૂષણથી સન્માનિત પંડિત છન્નુલાલ મિશ્રાનું આજે ગુરુવારે સવારે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં નિધન થયું છે. તેઓ છેલ્લા બે સપ્તાહથી વધુ સમયથી વય-સંબંધિત બીમારીઓને કારણે સારવાર હેઠળ હતા.
સંગીત જગતમાં શોકનો માહોલ
પંડિત છન્નુલાલ મિશ્રાનું નિધન સંગીત અને કલા જગત માટે એક મોટી ખોટ છે. તેમની દીકરી નમ્રતા મિશ્રાએ જણાવ્યું હતું કે, "તેઓ છેલ્લા 17=18 દિવસથી હોસ્પિટલમાં હતા અને આજે સવારે 4 વાગ્યાની આસપાસ ઘરે જ તેમનું નિધન થયું છે." પંડિત મિશ્રાએ શાસ્ત્રીય સંગીતને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 5 વાગ્યે વારાણસીના મણિકર્ણિકા ઘાટ ખાતે કરવામાં આવશે, જ્યાં સંગીતપ્રેમીઓ અને પરિવારજનો તેમને અંતિમ વિદાય આપશે. તેમના પરિવારમાં તેમના તબલા વાદક પુત્ર રામકુમાર મિશ્રા અને ત્રણ પુત્રીઓ છે.
PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને પંડિત મિશ્રાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. PM મોદીએ લખ્યું,:
"પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાજીના નિધનથી હું ખૂબ દુઃખી છું. તેમણે પોતાનું જીવન ભારતીય કલા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવા માટે સમર્પિત કર્યું. તેમણે શાસ્ત્રીય સંગીતને જનતા સુધી પહોંચાડ્યું અને ભારતીય પરંપરાઓને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું. મને હંમેશા તેમનો સ્નેહ અને આશીર્વાદ મળ્યા છે. 2014માં તેઓ મારા વારાણસી બેઠક માટેના પ્રસ્તાવક પણ હતા. શોકની આ ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ!"
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પંડિત મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કરીને સંગીત ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...