આજે સાંજે મોદી સરકાર લેશે ચોંકાવનારો ફેંસલો, સેનાને એલર્ટ રહેવા આદેશ
ગૃહમંત્રી અમિત શાહના પરત ફર્યા બાદ, સુરક્ષા બાબતોની સમિતિ સાંજે 6 વાગ્યે મળશે.

ગૃહમંત્રી અમિત શાહના પરત ફર્યા બાદ, સુરક્ષા બાબતોની સમિતિ સાંજે 6 વાગ્યે મળશે.

ગૃહમંત્રી અમિત શાહના પરત ફર્યા બાદ, સુરક્ષા બાબતોની સમિતિ સાંજે 6 વાગ્યે મળશે.
પહેલગામ હુમલા બાદ સંરક્ષણ મંત્રાલયે મોટો આદેશ જારી કરીને નૌકાદળ, સેના અને વાયુસેનાએ સતર્ક રહેવા આદેશ આપ્યો છે. બીજી તરફ પહેલગામ હુમલા બાદ, આજે સાંજે 6 વાગ્યે દિલ્હીમાં CCS ની બેઠક બોલાવવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહના પરત ફર્યા બાદ, સુરક્ષા બાબતોની સમિતિ સાંજે 6 વાગ્યે મળશે. અમિત શાહ સીસીએસને પણ માહિતી આપશે. ગૃહમંત્રી ઉપરાંત, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી જયશંકર, NSA અજિત ડોભાલ અને PMOના મુખ્ય સચિવ બેઠકમાં હાજર રહેશે. જોકે, સીસીએસ સભ્ય નાણામંત્રી નિર્મલા સીતારમણ રાત્રે 10 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચશે, તેથી તેમના હાજરી આપવાની અપેક્ષા નથી.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોદી સરકાર સંપૂર્ણ રીતે એક્શનમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામમાં ઘટના સ્થળની મુલાકાત લીધી અને પછી ટ્વિટ કર્યું કે આતંકવાદી હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં." આજે સાંજે દિલ્હીમાં CCS ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે જેમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો--- જાઓ..મોદી કો બતા દેના...આતંકીઓનો વરવો ચહેરો
હાલ સંરક્ષણ મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણ અને NSA અજિત ડોભાલ ભાગ લઈ રહ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા અમિત શાહે પોસ્ટ કરી, "ભારે હૃદયથી, હું પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારત આતંક સામે ઝૂકશે નહીં. આ કાયર આતંકવાદી હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં."
બીજી તરફ જમ્મુ અને કાશ્મીર સરકારે પહેલગામ હુમલામાં મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલાઓને ૨ લાખ રૂપિયા અને ઘાયલ થયેલાઓને ૧ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.