J&Kમાં ફસાયેલા 50 ગુજરાતીઓની વ્યથા
બાળકો પાણીમાં બિસ્કીટ ડુબોડીને ખાય છે; ગાંધીનગર-પાલનપુર કલેક્ટર એક્શન મોડમાં

50 ગુજરાતીઓની વ્યથા

50 ગુજરાતીઓની વ્યથા
જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં 3 લોકોનાં મોત થયા હતા. ખરાબ હવામાનના કારણે ગુજરાતથી ત્યાં ગયેલી 50 મુસાફરો ભરેલી બસ પણ ત્યાં ફસાઈ છે. આ બસમાં 30 મુસાફરો ગાંધીનગર અને 20 પાલનપુરના હતા. હાલ મુસાફરો શ્રીનગર પરત ફરી રહ્યા છે. આ ઘટનામાં ફસાયેલા એક ગુજરાતી મુસાફરે 20 એપ્રિલની સાંજે 6:35 વાગે એક વીડિયો વાયરલ કરી ગુજરાત સરકાર પાસે મદદની માંગ કરી હતી. જે બાદ સરકાર તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરી દીધી છે.
ગાંધીનગર અને પાલનપુરના તમામ ગુજરાતી મુસાફરો અંબીકા નામની ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહ્યા છે. બસમાં નાના બાળકોથી લઈને ઉંમર લાયક વૃદ્ધો પણ જોવા મળ્યા રહ્યા છે. ઘણા લાંબા સમયથી ખાધા-પીધા વગર ગભરાયેલા મુસાફરોએ અંતે વીડિયો બનાવી ગુજરાત સરકાર પાસે મદદની માંગ કરતા જણાવ્યું કે, અમારી સ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે, અહીં કોઈપણ ખાવા-પીવાનું મોકલતા નથી, અમારા છોકરાઓ પાણીમાં બિસ્કિટ ડબોડીને ખાય રહ્યા છે. અમને લેવા આવો ગમે-તેમ કરીને. વિસ્તાર પણ ખુબ જ ખતરનાક લાગી રહ્યો છો.
ભારે વરસાદના કારણે ભેખડો પડવાથી અહીંયા રસ્તા તુટી ગયા છે. જેના કારણે અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છે. મારી ગુજરાત સરકારને વિનંતી છે કે, અમને જેટલી બને એટલી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે. જમ્મુ-કસ્મીર તરફથી અમને યોગ્ય જવાબ નથી મળ્યો. અમારી પાસે ખાવા માટે કે પાણી પીવા માટે પણ કોઈ સુવિધા નથી. અમે 30 જણા ગાંધીનગર અને 20 જણા પાલનપુર એમ કુલ 50 જણાની ફેમિલી સાથે છીએ અને સાથે નાના બાળકો પણ છે. અમારો જીવ ખતરામાં છે. તો ગુજરાત સરકારને વિનંતી છે કે, અમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડો.
ફસાયેલા લોકો અને રામબનના કલેક્ટર સાથે કરી વાત હાલ તમામ ગુજરાતીઓ સુરક્ષિત હોવાનો વિડીયો વાયરલ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.