ભારતમાં આતંકવાદમાં 43% ઘટાડો, પાકિસ્તાન ટોપ પર
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં ભારત 13મા સ્થાને, ગેમિંગ પ્લેટફોર્મ બન્યા કટ્ટરપંથના નવા અડ્ડા

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026
વૈશ્વિક સ્તરે આતંકવાદની સ્થિતિ પર નજર રાખતી સંસ્થાએ વર્ષ 2026નો 'ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ' જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં આવી ઘટનાઓમાં 43 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને સરકારની કડક નીતિઓનું પરિણામ માનવામાં આવે છે.
ભારતની સ્થિતિમાં સુધારો,પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત
આ વર્ષની યાદીમાં ભારત 13મા સ્થાને પહોંચ્યું છે. અગાઉ ભારત 11મા ક્રમે હતું, એટલે કે ભારતે બે પોઈન્ટનો સુધારો કર્યો છે. બીજી તરફ, દક્ષિણ એશિયા સતત દસમા વર્ષે આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર રહ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે પાકિસ્તાન આ યાદીમાં પ્રથમ ક્રમે આવી ગયું છે, જેનો અર્થ છે કે તે અત્યારે વિશ્વનો આતંકવાદથી સૌથી વધુ પીડિત દેશ છે. અફઘાનિસ્તાનની સ્થિતિમાં સુધારો થતા તે હવે ટોપ 10 દેશોની બહાર નીકળી ગયું છે.
પશ્ચિમી દેશોમાં વધતી હિંસા અને વૈશ્વિક આંકડા :
વૈશ્વિક સ્તરે આતંકવાદથી થતા મૃત્યુમાં 28 ટકાનો ઘટાડો થયો છે અને હુમલાઓની સંખ્યામાં પણ 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે, પશ્ચિમી દેશોની સ્થિતિ વિપરીત છે. યુરોપિયન યુનિયનના અહેવાલ મુજબ ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં આતંકવાદથી થતા મૃત્યુમાં 280 ટકાનો તોતિંગ વધારો થયો છે. યુરોપમાં આતંકવાદ સંબંધિત કેસોમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે દર્શાવે છે કે આતંકવાદ હવે ભૌગોલિક સીમાઓ ઓળંગીને વિકસિત દેશોમાં પગપેસારો કરી રહ્યો છે.
ટેકનોલોજી અને ગેમિંગ: કટ્ટરપંથ ફેલાવવાના નવા હથિયારો
આજના સમયમાં આતંકવાદી સંગઠનો યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. રિપોર્ટમાં છ મુખ્ય પરિબળો જણાવવામાં આવ્યા છે જેના દ્વારા માત્ર એક અઠવાડિયામાં યુવાનોનું બ્રેઈનવોશ કરવામાં આવે છે:
હિંસાનું ગ્લોરિફિકેશન: આતંકવાદી વિચારધારાને આધુનિક રીતે રજૂ કરીને હિંસા પ્રત્યેનો ડર દૂર કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર મીમ્સ દ્વારા ગંભીર ઘટનાઓને મજાક તરીકે રજૂ કરવામાં આવે છે.
ગેમિંગ પ્લેટફોર્મનો દુરુપયોગ: ડિસ્કોર્ડ અને ફોર્ટનાઈટ જેવા ગેમિંગ પ્લેટફોર્મ પર એકલતા અનુભવતા કિશોરોનો સંપર્ક કરીને આતંકવાદીઓ તેમનો વિશ્વાસ જીતે છે.
ગેમિફિકેશન: હિંસક કૃત્યોને એક રમતની જેમ રજૂ કરવામાં આવે છે, જેમાં હત્યાની સંખ્યા મુજબ સ્કોરબોર્ડ બનાવી યુવાનોને સ્પર્ધામાં ઉતારવામાં આવે છે.
ફનલ સ્ટ્રેટેજી: પહેલા સામાન્ય સોશિયલ મીડિયા પર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને ટેલિગ્રામ કે સિગ્નલ જેવા ગુપ્ત ચેટ રૂમમાં લઈ જઈને કટ્ટરપંથી બનાવવામાં આવે છે.
કિશોરોની માનસિકતા: વૈજ્ઞાનિક રીતે કિશોરોનું મગજ આવેગ પર નિયંત્રણ રાખવા સક્ષમ હોતું નથી, જેનો ફાયદો ઉઠાવી તેમને હિંસક પગલાં ભરવા ઉશ્કેરવામાં આવે છે.
ડિજિટલ ભરતી: હવે આતંકવાદ માટે કોઈ મોટા નેતાની જરૂર નથી રહી, ઓનલાઈન માધ્યમો દ્વારા યુવાનો પોતે જ એકબીજાને કટ્ટરપંથી બનાવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ