અમિત શાહના કારણે ખગડિયામાં તેજસ્વીની સભા રદ્દ
ખગડિયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમને કારણે તેજસ્વી યાદવની સભા રદ્દ કરાઈ

તેજસ્વીની યાદવની સભા રદ્દ

તેજસ્વીની યાદવની સભા રદ્દ
બિહાર ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકીય ગરમાવો વધી રહ્યો છે, જ્યાં ખગડિયામાં આજે થનારી તેજસ્વી યાદવની સભા રદ્દ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસને તેમના હેલિકોપ્ટરને લેન્ડિંગની પરવાનગી આપી ન હતી. હકીકતમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ તે જ વિસ્તારમાં સભા હોવાથી સંસારપુર ખેલ મેદાનમાં હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. સંસારપુર ખેલ મેદાનમાં થનારી સભા રદ્દ થવા પર તેજસ્વી યાદવે આ પગલાંને 'તાનાશાહી' ગણાવ્યું હતું.
ઈન્કમ ટેક્સ વિભાગે મોકલી નોટિસ
તેજસ્વી યાદવની અન્ય 3 સભાઓ પણ યોજાવાની છે, પરંતુ હાલમાં આ કાર્યક્રમો થશે કે રદ્દ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે રાજકીય ખેંચતાણ વધી છે. આ દરમિયાન, પૈસા વહેંચવા બદલ જન અધિકાર પાર્ટીના પ્રમુખ પપ્પુ યાદવને ઇન્કમ ટેક્સ વિભાગે નોટિસ મોકલી છે. પપ્પુ યાદવે પોતાના 'X' એકાઉન્ટ પર નોટિસની કોપી શેર કરીને માહિતી આપી હતી.
આ પણ વાંચો: JMM બિહાર ચૂંટણીમાંથી બહાર: મહાગઠબંધન તૂટ્યું
પીડિતની મદદનો અપરાધ હંમેશા કરતો રહીશ: પપ્પુ યાદવ
તેમણે લખ્યું કે 'મને ઇન્કમ ટેક્સની નોટિસ મળી છે, જેમાં પૂર પીડિતોની મદદમાં રૂપિયા વહેંચવાને અપરાધ ગણાવ્યો છે. જો આ અપરાધ છે તો હું દરેક વંચિત પીડિતની મદદનો અપરાધ હંમેશા કરતો રહીશ.' તેમણે વધુમાં કહ્યું કે, વૈશાલી જિલ્લાના નયાગાંવ પૂર્વી પંચાયત અંતર્ગત મણિયારી ગામના પૂર પીડિતો જેમનું ઘર-બાર ગંગાજીમાં વિલીન થઈ ગયું, તેમની મદદ ન કરતો તો શું તેઓ સ્વઘોષિત CM ઉમેદવારોની જેમ મૂકપ્રેક્ષક બની રહેત.
RJDમાં પાછો ફરવા કરતાં મોત પસંદ કરીશ: પ્રતાપ યાદવ
બીજી તરફ, લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે RJDમાં પાછા ફરવાના સવાલ પર સ્પષ્ટપણે જણાવ્યું કે, 'હું RJDમાં પાછો ફરવા કરતાં મોત પસંદ કરીશ.' પાર્ટીમાંથી નિષ્કાસન બાદ તેજ પ્રતાપ યાદવે પોતાની નવી પાર્ટી 'જનશક્તિ જનતા દળ' બનાવી છે અને તેઓ મહુઆ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ સત્તાના ભૂખ્યા નથી, પરંતુ સિદ્ધાંત અને આત્મસન્માન તેમના માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. તેજ પ્રતાપે ભારપૂર્વક કહ્યું કે 'હું લોકો માટે કામ કરું છું અને લોકો મને પ્રેમ કરે છે, મારા પર વિશ્વાસ કરે છે.'
ટ્રેનોમાં ભીડને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
આસ્થાના મહાપર્વ છઠની શરૂઆત થતાં જ બિહારમાં રાજકીય પક્ષો વચ્ચે તેના પર પણ રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠને લઈને 6 પોસ્ટ શેર કરી અને દિવંગત લોકગાયિકા શારદા સિંહાનું ગીત પણ શેર કર્યું હતું. જ્યારે RJD સુપ્રીમો લાલુ યાદવે ટ્રેનોમાં ભીડને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
લાલુ યાદવે NDAને 'બિહાર વિરોધી' ગણાવ્યું
લાલુ યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'જૂઠના બેતાજ બાદશાહ અને જુમલાઓના સરદારે શેખી મારતા કહ્યું હતું કે, દેશની કુલ 13,198 ટ્રેનોમાંથી 12,000 ટ્રેન છઠ પર્વના અવસર પર બિહાર માટે ચલાવવામાં આવશે. આ પણ સફેદ જૂઠ સાબિત થયું છે.' તેમણે NDAને 'બિહાર વિરોધી' ગણાવ્યું. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરીને રાજકારણના માહોલને વધુ ઉગ્ર બનાવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...