બંગાળમાં નિપાહ વાયરસના શંકાસ્પદ કેસથી ફફડાટ
કેન્દ્રની વિશેષ ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી; 70% મૃત્યુદર ધરાવતા વાયરસ સામે હાઈ એલર્ટ જાહેર

નિપાહ વાયરસ

નિપાહ વાયરસ
પશ્ચિમ બંગાળમાં જીવલેણ નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. AIIMS કલ્યાણી ખાતે આવેલી ICMR લેબોરેટરીએ આ શંકાસ્પદ કેસોની પુષ્ટિ કર્યા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સ્થિતિની ગંભીરતાને જોતા કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને સહાયની ખાતરી આપી છે.
કેન્દ્રની સંયુક્ત ટીમ મેદાને :
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે નેશનલ જોઈન્ટ એપિડેમિક રિસ્પોન્સ ટીમ પશ્ચિમ બંગાળ મોકલી છે. આ ટીમમાં પુણેની એનઆઈવી, ચેન્નાઈની એનઆઈઈ અને દિલ્હીના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના નિષ્ણાતો સામેલ છે. આ ઉપરાંત પર્યાવરણ મંત્રાલયના નિષ્ણાતો અને AIIMS ના ડોક્ટરો પણ રાજ્ય સરકાર સાથે મળીને સર્વેલન્સ અને સેમ્પલ ટેસ્ટિંગની કામગીરીમાં જોડાશે.
ઉચ્ચ સ્તરીય સતર્કતા અને માર્ગદર્શિકા :
આરોગ્ય મંત્રાલયે નિપાહ વાયરસ અંગેની જૂની માર્ગદર્શિકા ફરી અમલમાં મૂકી છે. પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના રાજ્યોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. દિલ્હીમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ સક્રિય કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને તમામ ટેકનિકલ અને તબીબી મદદ પુરી પાડવાનો વિશ્વાસ અપાવ્યો છે.
કેટલો જોખમી છે નિપાહ વાયરસ ?
નિપાહ એક ઝૂનોટિક વાયરસ છે, જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. તે મુખ્યત્વે ફ્રૂટ બેટ્સ (ચામાચીડિયા) દ્વારા ફેલાય છે. આ વાયરસમાં મૃત્યુદર 40% થી 70% જેટલો ઊંચો હોવાથી તે અત્યંત જીવલેણ માનવામાં આવે છે. તેના મુખ્ય લક્ષણોમાં તીવ્ર તાવ, માથાનો દુખાવો, શ્વાસની તકલીફ અને મગજમાં સોજો આવવો વગેરેનો સમાવેશ થાય છે. સંક્રમિત ચામાચીડિયાની લાળ અથવા પેશાબના સંપર્કમાં આવવાથી આ ચેપ લાગી શકે છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.