UGC ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
યુજીસીના વિવાદાસ્પદ ઈક્વિટી નિયમો પર સર્વોચ્ચ અદાલતની રોક; હવે 2012ના જૂના નિયમો જ લાગુ

UGC

UGC
કેન્દ્ર સરકાર દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) માટે બનાવવામાં આવેલા નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી દીધી છે. દેશભરમાં સવર્ણ સમાજ અને વિદ્યાર્થી સંગઠનોના વિરોધ વચ્ચે સર્વોચ્ચ અદાલતે આ નિયમોને અસ્પષ્ટ ગણાવ્યા છે.
સુપ્રીમ કોર્ટનું અવલોકન અને સ્ટે :
ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું કે નવા નિયમોમાં વપરાયેલી ભાષા અસ્પષ્ટ છે, જેના કારણે તેનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આઝાદીના 75 વર્ષ બાદ પણ દેશ જાતિવાદની જાળમાંથી બહાર આવી શક્યો નથી તે ચિંતાનો વિષય છે. હવે આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે હાથ ધરવામાં આવશે.
જૂના નિયમો ફરી અમલમાં :
કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી 2012ના જૂના નિયમો જ અમલમાં રહેશે. નવા નિયમોમાં 'ભેદભાવ'ની જે વ્યાખ્યા આપવામાં આવી છે, તેનાથી કેમ્પસમાં અવિશ્વાસનું વાતાવરણ ઉભું થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને રેગિંગ અને જ્ઞાતિ આધારિત ટિપ્પણીઓના કિસ્સામાં સંતુલિત અભિગમ અપનાવવાની જરૂરિયાત પર કોર્ટે ભાર મૂક્યો છે.
શા માટે થઈ રહ્યો છે આ નિયમોનો વિરોધ ?
યુજીસીના 'પ્રમોશન ઓફ ઈક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન્સ, 2026' સામે મુખ્યત્વે પાંચ વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે:
સમાનતાનો અભાવ: વિરોધ કરનારાઓનો દાવો છે કે નવા નિયમોમાં માત્ર SC, ST અને OBC વિદ્યાર્થીઓને જ સુરક્ષા અપાઈ છે, જ્યારે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને બાકાત રખાયા છે.
ખોટી ફરિયાદોનો ભય: ડ્રાફ્ટમાંથી ખોટી ફરિયાદ કરનાર સામેની સજાની જોગવાઈ હટાવી લેવાતા નિર્દોષ લોકોને ફસાવવાની દહેશત છે.
અસ્પષ્ટ શબ્દો: 'પરોક્ષ ભેદભાવ' જેવા શબ્દોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ પર કાર્યવાહી થઈ શકે તેવું જોખમ છે.
કેમ્પસમાં અશાંતિ: 'ઈક્વિટી સ્ક્વોડ' જેવી વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ વચ્ચે દેખરેખ અને અવિશ્વાસ વધશે તેવી આશંકા છે.
બંધારણીય પડકાર: આ નિયમો બંધારણની કલમ 14 હેઠળ મળેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરતા હોવાનો દાવો કરાયો છે.
સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને આ મુદ્દે એક નિષ્ણાત સમિતિ બનાવવાનું સૂચન પણ કર્યું છે જેથી કોઈ પણ ભેદભાવ વગર સૌનો વિકાસ થઈ શકે છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.