રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
કૂતરા કરડશે તો સરકારે ચૂકવવું પડશે વળતર, શ્વાન પ્રેમીઓને કૂતરા ઘરે લઈ જવા કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ
ભારતમાં રખડતા કૂતરાઓની વધતી જતી સમસ્યા અને તેના કારણે થતા હુમલાઓ અંગે સુપ્રીમ કોર્ટમાં અત્યંત મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મેહતા અને જસ્ટિસ એન. વી. અંજારિયાની ખંડપીઠે આ મામલે તંત્રની નિષ્ક્રિયતા અને શ્વાન પ્રેમીઓના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
વળતર માટે સરકારની જવાબદારી નક્કી થશે :
અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો રખડતા કૂતરા કોઈ વ્યક્તિને કરડશે અથવા તેના કારણે કોઈનું મૃત્યુ થશે, તો તેની સીધી જવાબદારી રાજ્ય સરકારની રહેશે. કોર્ટે સંકેત આપ્યો છે કે તેઓ ટૂંક સમયમાં એવો આદેશ પસાર કરશે જેમાં દરેક 'ડોગ બાઇટ'ના કિસ્સામાં સરકારે પીડિતને મોટું વળતર ચૂકવવું પડશે. કોર્ટના મતે, વહીવટી તંત્ર આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે પૂરતા પગલાં ભરી રહ્યું નથી.
શ્વાન પ્રેમીઓને કોર્ટની ટકોર :
જે લોકો રસ્તા પર કૂતરાઓને ખોરાક આપે છે તેમની સામે પણ કોર્ટે લાલ આંખ કરી છે. અદાલતે કહ્યું કે જો કોઈને કૂતરાઓ પ્રત્યે આટલો જ પ્રેમ હોય તો તેમણે શ્વાનને પોતાના ઘરે લઈ જવા જોઈએ. જ્યારે કોઈ નિર્દોષ બાળક પર હુમલો થાય છે, ત્યારે તેને ખોરાક ખવડાવતી સંસ્થાઓ કે વ્યક્તિઓ જવાબદારી લેતી નથી. કોર્ટે વન્યજીવોના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરતા રણથંભૌરનું ઉદાહરણ આપ્યું હતું, જ્યાં રખડતા કૂતરાઓને કારણે વાઘ પણ બીમારીનો ભોગ બન્યા છે.
જાહેર સ્થળો પર પ્રતિબંધની માંગ :
સુનાવણી દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં એક પણ રખડતો કૂતરો હોવો જોઈએ નહીં. લદ્દાખ જેવા વિસ્તારોમાં હજારો કૂતરાઓને કારણે વન્યજીવોની અનેક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે હોવાનું પણ કોર્ટના ધ્યાને લાવવામાં આવ્યું હતું.
અધિકારોની લડાઈ :
અદાલતમાં એવી પણ ચર્ચા થઈ હતી કે જો કોઈ સોસાયટીમાં બહુમતી લોકો કૂતરા રાખવાની વિરુદ્ધ હોય, તો જૂજ લોકોની જીદને કારણે અન્યના મૌલિક અધિકારોનું હનન ન થવું જોઈએ. નાગરિકોને સુરક્ષિત રસ્તાઓ પર ચાલવાનો અધિકાર છે. ગુજરાત હાઈકોર્ટ જેવી સંસ્થાઓમાં પણ કૂતરાઓના હુમલાના કિસ્સાઓ બન્યા હોવાનું જસ્ટિસ મહેતાએ નોંધ્યું હતું, જે ચિંતાનો વિષય છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.